તમિલનાડુના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી ઓફિસ)ના કાર્યાલયને બોમ્બની ધમકી આપવામાં આવી છે. બુધવારે એક ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નાઈમાં 30 સ્થળોએ બોમ્બ મુકવામાં આવ્યા હતા.
મેઈલ મળ્યા બાદ પોલીસ વિભાગ તુરંત સતર્ક થઈ ગયું હતું. મેઈલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈના બેસંત નગર અને ઈલિયટ બીચ જેવા સાર્વજનિક સ્થળો પર બોમ્બ ફીટ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર ચેન્નાઈ શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
RBIને મંગળવારે ઉડાવી દેવાની ધમકી મળી હતી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચેન્નાઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકની અંદર બોમ્બ મુકવામાં આવશે.