ઝારખંડના પલામુ જિલ્લામાં મોહર્રમના જુલૂસ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડના આરોપો લાગ્યા છે. આ મામલામાં 18 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના શુક્રવારે સાંજે ચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી જ્યારે શાહપુર, કલ્યાણપુર અને કાંકરી જેવા વિસ્તારોમાંથી મોહરમનું જુલૂસ પસાર થયું હતું. આ પ્રદેશ રાજધાની રાંચીથી લગભગ 175 કિમી દૂર સ્થિત છે.
પોલીસે શું કહ્યું?
અધિક પોલીસ અધિક્ષક (SP) ઋષભ ગર્ગે જણાવ્યું હતું કે સરઘસ દરમિયાન સંગીત વગાડવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, તેમણે ઉમેર્યું હતું કે ધ્વજ સાથે કથિત ચેડાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ધ્વજનો રંગ રાષ્ટ્રધ્વજ જેવો જ હતો, પરંતુ તેમાંથી અશોક ચક્ર ગાયબ હતું.
એસપી ઋષભ ગર્ગે કહ્યું, “અશોક ચક્રની જગ્યાએ ઉર્દૂમાં કેટલાક શબ્દો લખેલા હતા અને નીચે તલવારનું નિશાન હતું. રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ કાયદા હેઠળ 13 નામના લોકો સહિત 18 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.