કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ (NCEL) નો લોગો, વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યો છે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ NCELના સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. NCEL દ્વારા આયોજિત સહકારી નિકાસ પરના રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધતા કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે સહકારી મંડળીઓને નિકાસની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ (NCEL) ની રચના કરવામાં આવી છે.
તેમણે કહ્યું, “આપણા દેશના ઘણા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. પીએમ મોદીએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે, અને મને એ જણાવતા આનંદ થાય છે કે 12 લાખથી વધુ ખેડૂતો પહેલેથી જ નોંધાયેલા છે.”
તેમણે કહ્યું, “આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મહા નવમીનો દિવસ શુભ છે. આજે આ શુભ અવસર પર નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડની ઔપચારિક શરૂઆત થઈ રહી છે.”