spot_img
HomeGujaratઆતુરતા નો અંત આવ્યો....ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ થયું...

આતુરતા નો અંત આવ્યો….ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર

spot_img

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે પરિણામ 92.80 ટકા મોરબી જિલ્લામાં આવ્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરમાં 51.36 ટકા આવ્યુ છે. જ્યારે સામાન્ય પ્રવાહનું સૌથી ઓછુ પરિણામ છાલામાં 99.61 ટકા આવ્યુ છે. સામાન્ય વિજ્ઞાનનું 91.93 ટકા પરિણામ આવ્યુ છે. આ વર્ષે વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે.

સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લો ટોપ પર, જૂનાગઢમાં ઓછું પરિણામ

વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર 2023માં ધાંગધ્રા 95.85 ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે 2324 છાલા 99.61 ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા 51.11 ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 96.40 ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં 84.81 ટકા એ છેલ્લે રહ્યો છે.

ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું 91.93 ટકા રિઝલ્ટ

આ પરીક્ષા 3,79,759 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી 3,78,268 ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી 3,47,738 પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 % ટકા આવેલ છે.

The curiosity has come to an end...the result of Dharana 12 Science stream and General stream has been declared.

સામાન્ય પ્રવાહમાં 1609 શાળામાં 100 ટકા પરિણામ

વર્ષ 2024માં 100 ટકા પરિણામ ધરાવતી પ્રાપ્ચ થયુ હોય તેવી 1609 શાળા છે. જ્યારે વર્ષ 2023માં 10 ટકાથી ઓછુ પરિણામ ધરવાતી શાળાઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે. 10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી 19 શાળાનો સમાવેશ થાય છે.

વ્હોટ્સએપ પર જોઈ શકશો પરિણામ

શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે.ઉપરાંત વિદ્યાર્થીઓ વ્હોટ્સએપના 63573 00971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઇ શકશો.

કેટલા વિદ્યાર્થીઓએ આપી પરિક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

2023માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ કેવું રહ્યું ?

ગયા વર્ષે ગુજરાત બોર્ડ 12મા સાયન્સના રિઝલ્ટમાં કુલ 83.22 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 2022માં સાયન્સના રિઝલ્ટનું પરિણામ 72.02 ટકા આવ્યું હતું. કોરોના મહામારીને કારણે 2021માં પરીક્ષા લેવામાં આવી ન હતી અને પરિણામ 100 ટકા નોંધાયું હતું. સાયન્સ રિઝલ્ટનું પરિણામ 2020માં 71.34% અને 2019માં 71.9% રહ્યું હતું.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular