spot_img
HomeBusinessBusiness News: સરકાર UCO બેંક, BOM સહિત આ 5 સરકારી બેંકોમાં ઘટાડશે...

Business News: સરકાર UCO બેંક, BOM સહિત આ 5 સરકારી બેંકોમાં ઘટાડશે હિસ્સો, SEBIનનો આ નિયમ બન્યું કારણ

spot_img

Business News: કેન્દ્ર સરકાર બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક સહિત 5 જાહેર ક્ષેત્રની બેંકોમાં હિસ્સો ઘટાડીને 75 ટકાથી નીચે કરવાની તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા હિસ્સો વેચવાનું કારણ માર્કેટ રેગ્યુલેટર સેબીનો નિયમ છે, જેના હેઠળ પ્રમોટર કોઈપણ કંપનીમાં 75 ટકાથી વધુ હિસ્સો ધરાવી શકે નહીં.

નાણા સચિવે માહિતી આપી હતી

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, નાણા સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી, ચાર 31 માર્ચ, 2023 સુધી લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) નિયમનું પાલન કરતી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 3 વધુ જાહેર ક્ષેત્રની બેંકોએ આ નિયમનું પાલન કર્યું છે. બાકીની 5 બેંકો માટે યોજના બનાવવામાં આવી છે.

જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર પોતાનો હિસ્સો ઘટાડવા FPO અથવા QIPની મદદ લઈ શકે છે. કોઈપણ નિર્ણય બજારની સ્થિતિ અને રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે. તેમજ નાણા મંત્રાલયે બેંકને ગોલ્ડ લોન પોર્ટફોલિયોની સમીક્ષા કરવા સૂચના આપી છે.

The government will reduce the stake in these 5 state-owned banks including UCO Bank, BOM, because of this rule by SEBI

સરકાર કઈ બેંકમાં કેટલો હિસ્સો ધરાવે છે?

પંજાબ એન્ડ સિંધ બેંક – 98.25 ટકા

ઇન્ડિયન ઓવરસીઝ બેંક – 96.38 ટકા

યુકો બેંક- 95.39 ટકા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા -93.08 ટકા

બેંક ઓફ મહારાષ્ટ્ર-86.46 ટકા

સેબીએ ઓગસ્ટ 2024 સુધીનો સમય આપ્યો છે

સેબીના નિયમો અનુસાર, તમામ લિસ્ટેડ કંપનીઓએ જાહેર જનતાને ઓછામાં ઓછા 25 ટકા શેર ફાળવવાના હોય છે. વિશેષ જોગવાઈ હેઠળ, સેબી આ

માટે જાહેર ક્ષેત્રની બેંકોને સતત છૂટ આપી રહી હતી. સેબીના નિર્ણય અનુસાર, આ 5 બેંકો પાસે આ નિયમનું પાલન કરવા માટે ઓગસ્ટ 2024 સુધીનો સમય છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular