સુપ્રીમ કોર્ટને સોમવારે જણાવવામાં આવ્યું હતું કે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની કારકિર્દીમાં પ્રગતિના મુદ્દાને ઉકેલવા માટે એક નીતિ બનાવવા માટે ચર્ચા ચાલી રહી છે અને કર્નલના રેન્કથી બ્રિગેડિયર સુધીના પ્રમોશન પર વિચારણા કરવામાં આવી રહી છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એટર્ની જનરલ આર. વેંકટરામણી અને વરિષ્ઠ એડવોકેટ આર. બાલાસુબ્રમણ્યમની દલીલોને ધ્યાનમાં લીધી કે આર્મી આ હેતુ માટે એક નીતિ ઘડવા પર કામ કરી રહી છે.
ખંડપીઠે 31 માર્ચ, 2024 સુધીનો સમય સૈન્યને મહિલા અધિકારીઓની કારકિર્દીની પ્રગતિ અંગે તેના અગાઉના નિર્દેશો અનુસાર નીતિ ઘડવા માટે આપ્યો હતો. તેમજ આ બાબત આવતા વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લિસ્ટ કરવામાં આવી હતી. નોંધનીય છે કે કેટલીક મહિલા સૈન્ય અધિકારીઓએ કર્નલથી બ્રિગેડિયરના પદ પર પ્રમોશનમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.