વોટ્સએપ વેબની ડિઝાઇન હવે બદલાવા જઇ રહી છે. WhatsAppએ વર્ષ 2020માં વેબ વર્ઝન માટે ડાર્ક મોડ લોન્ચ કર્યો હતો અને હવે કંપની નવી કલર સ્કીમ અને ડાર્ક થીમ સાથે નવી ડિઝાઈન કરેલ સાઇડબાર રજૂ કરવા જઈ રહી છે.
જો તમે પણ WhatsApp વેબનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. વોટ્સએપ વેબની ડિઝાઇન હવે બદલાવા જઇ રહી છે. WhatsAppએ વર્ષ 2020માં વેબ વર્ઝન માટે ડાર્ક મોડ લોન્ચ કર્યો હતો અને હવે કંપની નવી કલર સ્કીમ અને ડાર્ક થીમ સાથે નવી ડિઝાઈન કરેલ સાઇડબાર રજૂ કરવા જઈ રહી છે.
વોટ્સએપનું આ આગામી ફીચર ઓછા પ્રકાશમાં વોટ્સએપ વેબ વર્ઝનનો ઉપયોગ કરનારાઓ માટે ઉત્તમ સાબિત થશે. તેનો ફાયદો એ પણ હશે કે આંખો પર ઓછો તાણ આવશે, જોકે WhatsAppએ હજુ સુધી આ નવા ફીચરને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.
WABetaInfoએ WhatsAppના આ નવા ફીચર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsApp વેબના બીટા વર્ઝન પર કરવામાં આવી રહ્યું છે. નવા સાઇડબાર વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મેસેજિંગને એક અલગ અનુભવ આપશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વ્હોટ્સએપે પર્સનલ ચેટ માટે પિન ફીચર લોન્ચ કર્યું છે જે રેગ્યુલર પિન ચેટથી અલગ છે. નવા પિન ફીચર હેઠળ મેસેજને 30 દિવસ સુધી પિન કરી શકાય છે. આ સિવાય વોઈસ મેસેજ માટે એકવાર વ્યૂનું ફીચર પણ આવ્યું છે.