ભારતીય સેના નવી પ્રમોશન પોલિસી લઈને આવી રહી છે જે 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે. નવી પ્રમોશન પોલિસી ફોર્સની સતત વિકસતી ઓપરેશનલ જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવી છે.
આંતરિક અને બાહ્ય બંને પાસાઓનું ધ્યાન રાખશે
ભારતીય સેનાના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે કર્નલ અને તેનાથી ઉપરના હોદ્દા પરના અધિકારીઓની પસંદગી માટે પ્રમોશન નીતિની વ્યાપક સમીક્ષાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સેનાની આ નવી નીતિમાં આંતરિક અને બાહ્ય બંને પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
પ્રમોશનની તકો વધશે
નવી નીતિ વર્તમાન પરિસ્થિતિ તેમજ ઉભરતા ઓપરેશનલ પડકારોને પહોંચી વળવા જરૂરી નેતૃત્વની આવશ્યકતાઓને વધુ સારી રીતે સમજવામાં અને તે મુજબ પ્રમોશનના નિર્ણયો લેવામાં મદદ કરશે. નવી પ્રમોશન પોલિસી અધિકારીઓને બઢતી માટે વધુ તકો પૂરી પાડશે.