ભાજપે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં અનેક કેન્દ્રીય મંત્રીઓના નામ પણ છે. 72 ઉમેદવારોની બીજી યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને હમીરપુરથી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. એક દિવસ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી પદ છોડનાર મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે.
આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ 2 માર્ચે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું હતું કે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી અને ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ પણ હતા.
Second list of BJP candidates for ensuing General Elections 2024 to the Parliamentary Constituencies of different states finalised by BJP CEC. @BJP4India pic.twitter.com/xn9XVQGVm0
— BJP Central Media (@BJPCentralMedia) March 13, 2024