એક તરફ જ્યાં કેટલાક લોકોને બે ટાઈમની રોટલી બહુ મુશ્કેલીથી મળે છે તો બીજી તરફ કેટલાક લોકો એટલા નસીબદાર હોય છે કે તેઓ જન્મતાની સાથે જ કરોડપતિ બની જાય છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ અમેરિકામાં જન્મેલી એક બાળકીનું છે, જે તેના જન્મના બે દિવસ બાદ જ કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે. વાસ્તવમાં, પૌત્રીના આગમનથી અબજોપતિ નાના એટલા ખુશ હતા કે તેણે તેના નામે એટલી બધી સંપત્તિ રાખી કે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આલીશાન હવેલી, નોકરો, મોંઘીદાટ કાર પણ હવે આ નાની બાળકીના નામે છે.
આ છોકરી અમેરિકન બિઝનેસમેન બેરી ડ્રિવિટ બાર્લોની પૌત્રી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રી અને પૌત્રીની તસવીર શેર કરતા બાર્લોએ લખ્યું, ‘હું ખૂબ જ ખુશ છું. દીકરી સેફ્રોને ખૂબ જ સુંદર બાળકીને જન્મ આપ્યો છે.આ સાથે જ બાર્લોએ દુનિયાને કહ્યું કે તેણે પોતાની પૌત્રીને નેગ તરીકે કરોડોની કિંમતની હવેલી ભેટમાં આપી છે. આ સિવાય ટ્રસ્ટ ફંડ પણ આપવામાં આવ્યું છે.
ધ સનના અહેવાલ મુજબ, બાર્લોએ છોકરીને 10 લાખ પાઉન્ડ (રૂ. 10 કરોડથી વધુ)ની મિલકત તેમજ 50 લાખ પાઉન્ડ (લગભગ રૂ. 52 કરોડ)નું ટ્રસ્ટ ફંડ ભેટમાં આપ્યું છે.
બાર્લોએ કહ્યું કે તેણે તાજેતરમાં એક નવી હવેલી ખરીદી છે. હવે તે તેની પૌત્રી માટે તેનું ઈન્ટિરિયર બદલવા જઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે બેરીએ ઘરના કોઈ સભ્યને કરોડોની ભેટ આપી હોય. રિપોર્ટ અનુસાર, દર વર્ષે તેઓ ક્રિસમસ પર પરિવાર માટે 4 મિલિયન પાઉન્ડ (એટલે કે રૂ. 42 કરોડથી વધુ) ખર્ચે છે. ગયા વર્ષે, તેમણે તેમના પુત્ર રોમિયોને અઢી મિલિયન પાઉન્ડ (લગભગ રૂ. 26 કરોડ) કિંમતની બોટ ભેટમાં આપી હતી.