ભારતીય ટીમની સ્ટાર મહિલા ખેલાડી દીપ્તિ શર્માને ડિસેમ્બર 2023 મહિનાની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી છે. પેટ કમિન્સને ડિસેમ્બર 2023 મહિના માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. દીપ્તિ શર્માએ ટીમની સ્ટાર ખેલાડી જેમિમાહ રોડ્રિગ્સ અને પ્રિશિયસ મારંજને પાછળ છોડીને આ મોટો એવોર્ડ જીત્યો છે. દીપ્તિ શર્માએ છેલ્લા કેટલાક સમયથી શાનદાર પરફોર્મન્સ આપ્યું છે, જેના માટે તેને હવે પુરસ્કાર મળ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પ્રદર્શન
ડિસેમ્બર 2023માં દીપ્તિ શર્માએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ જીતમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ ડિસેમ્બર મહિનામાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં 55ની એવરેજથી બેટ વડે શાનદાર 165 રન બનાવ્યા હતા. તેની બોલિંગ પણ એટલી જ નોંધપાત્ર હતી, તેણે માત્ર 10.81ની એવરેજથી 11 વિકેટ લીધી હતી. તે પોતાની બોલિંગ અને બેટિંગથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી.
ઈંગ્લેન્ડ સામેની મેચ જીતી હતી
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં દીપ્તિએ 7માં નંબર પર બેટિંગ કરતા મહત્વપૂર્ણ 678 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. પ્રથમ દાવમાં તેની પાંચ વિકેટ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જેના કારણે ઈંગ્લેન્ડ 108/3 થી 136 રને ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારત માટે ઘણી મેચ રમી
ટેસ્ટ મેચ ઉપરાંત તેણે વનડે મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાનદાર બોલિંગની સાથે તે લોઅર ઓર્ડર પર બેટિંગ કરવામાં માહિર છે. ભારતીય ટીમ માટે તેણે 4 ટેસ્ટ મેચમાં 16 વિકેટ, 86 ODI મેચમાં 100 વિકેટ અને 104 T20 મેચમાં 113 વિકેટ ઝડપી છે.