છેલ્લા ઘણા દિવસોથી ડીપફેક વીડિયો અંગે ચર્ચા ચાલી રહી છે. તેનું કારણ છે કે તાજેતરમાં સામાન્ય લોકોની સાથે-સાથે કેટલાક ફેમસ લોકો પણ તેનો શિકાર બન્યા છે. બોલિવૂડ સેલેબ્સ તેનાથી વધારે પરેશાન થઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બોલિવૂડમાં પહેલા કેટરીના કૈફ પછે રશ્મિકા મંદન્ના અને હવે કાજોલ ડીપફેકનો શિકાર બની છે. તેમના આવા ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આજે આપણે જાણીશું કે, ડીપફેક વીડિયોને કેવી રીતે ઓળખી શકાય છે અને તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.
ડીપફેક એક ચિંતાનો વિષય છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ડીપફેક વીડિયોને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાગૃતિ ફેલાવવા માટે કહ્યું છે, જેથી વધારે લોકો તેનાથી બચાવી શકાય. પીએમ મોદીએ કહ્યું કે, ડીપફેકનો વધતો ખતરો ખૂબ જ ચિંતાનો વિષય છે અને તે દરેક માટે ઘણી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. ચાલો જાણીએ કે AI કેવી રીતે કામ કરે છે. આ ઉપરાંત જાણી જોઈને ખોટી માહિતી ફેલાવવા કેવી રીતે તેનો દુરુપયોગ કરવામાં આવે છે.
આંખની મૂવમેન્ટ ધ્યાનથી જુઓ
ડીપફેક દ્વારા વીડિયોને રિક્રિએટ કરવામાં આવે છે. ડીપફેક વીડિયો બનાવનારા એવા વીડિયો બનાવે છે જે લોકોને અસર કરે છે. ડીપફેક વિડીયોને ઓળખવા માટે, સૌથી પહેલા તમારે વિડીયોમાં દેખાતી વ્યક્તિની આંખોની તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત તમે અવાજ, એક્સપ્રેશન અને આંખો જોઈને ખબર પડી જાય છે. ઓરિજનલ વીડિયોમાં આંખની હલચલ નોર્મલ હોય છે અને અવાજ પણ તેની સાથે સામાન્ય લાગે છે.
કલર્સ અને લાઇટિંગ વિચિત્ર લાગશે
જો વીડિયો ડીપફેક દ્વારા બનાવવામાં આવ્યો હોય તો તેમાં કલર્સ અને લાઇટિંગ બંને જોવામાં વિચિત્ર લાગશે. ડીપફેક વિડિયો બનાવનારા યોગ્ય લાઇટિંગ અને કલર્સની કોપી કરી શકતા નથી. તેથી, વીડિયોમાં વ્યક્તિના ચહેરા પર ધ્યાન આપવું જોઈએ.
AI જનરેટેડ ઓડિયો
ડીપફેક વીડિયોમાં AI જનરેટેડ ઓડિયો હોય છે. વીડિયોની સાથે ઓડિયોની ક્વોલિટીની પણ તપાસ કરો. ડીપફેક વીડિયોમાં બોડી શેપ અલગ હોય છે, ચહેરાની હલનચલન પણ અલગ જોવા મળે છે.