spot_img
HomeLifestyleFoodઆ રીતે બનાવો ભીંડાનું મસાલાવાળું સૂકું શાક, જાણો બનાવવાની સરળ રેસિપી

આ રીતે બનાવો ભીંડાનું મસાલાવાળું સૂકું શાક, જાણો બનાવવાની સરળ રેસિપી

spot_img

ભીંડાનું શાક તો દરેકનું પ્રિય શાક છે. અન્ય શાક હોય તેની સરખામણીમાં ભીંડાનું શાક હોય ત્યારે એક કે બે રોટલી હંમેશા વધારે જ ખવાતી હોય છે. તેમાય ભીંડાનું મસાલાવાળું સૂકું શાક હોય તો પુછવું જ શું. આજે ગુજરાતી જાગરણ તમને ભીંડાનું મસાલાવાળું સૂકું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી જણાવશે.

ભીંડાનું મસાલાવાળું સૂકું શાક બનાવવાની સામગ્રી

  • ભીંડા,
  • ડુંગળી,
  • ધાણાજીરું,
  • હળદર,
  • ગરમ મસાલો,
  • ખમણેલું નારિયેળ,
  • લીલા મરચાં,
  • આદું,
  • લસણ,
  • રાઈ-જીરું,
  • કોથમીર,
  • તેલ,
  • મીઠું.

ભીંડાનું મસાલાવાળું સૂકું શાક બનાવવાની રીત

સ્ટેપ- 1
સૌ પ્રથમ ભીંડાને ધોઈને કપડાથી બરાબર સાફ કરી તેનો ઉપર અને નીચેનો ભાગ કાઢીને તેને લંબાઈમાં અડધા ટૂકડઓમાં કાપી લો.

સ્ટેપ- 2
હવે એક મિક્સર જારમાં લીલા મરચાં,આદું અને લસણ પીસીને તીખી પેસ્ટ બનાવી લો.

સ્ટેપ- 3
એક પેનમાં તેલ ગરમ કરી સમારેલો ભીંડો ઉમેરીને સારી રીતે ફ્રાય કરી લો.

સ્ટેપ- 4
હવે એ જ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખીને સાંતળી લો.

સ્ટેપ- 5
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, મીઠું, હળદર, ફ્રાય કરેલાં ભીંડા,ખમણેલું નારિયેળ, ધાણાજીરું નાંખો અને બરાબર મિક્સ કરો. હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular