રાજમા-ચાવલ તો મોટા ભાગના લોકોની ફેવરીટ વાનગી હશે. આજે મસાલા રાજમા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે તમને જણાવશે. તીખા તમતમતા અને ટેસ્ટી રાજમા ચાવલ તો દરેકને ભાવતા હોય છે.
રાજમા મસાલા બનાવવાની સામગ્રી
- રાજમા
- તમાલપત્ર
- તલ
- એલચી
- મીઠું
- જીરું
- હીંગ
- ડુંગળી
- આદુ
- ટામેટા
- લાલ મરચુ પાવડર
- હળદર
- ધાણાજીરુ
- કોથમરી
- કસુરી મેથી
રાજમા મસાલા બનાવવાની રીત
- બે વાટકી રાજમા ધોઈને આખી રાત પલાળી રાખો.
- પછી કૂકરમાં તમામ રાજમા, પાણી, તમાલપત્ર,તલ, એલચી, મીઠું ઉમેરી તેને બાફી લો.
- હવે કઢાઈમાં તેલ લો. તેમા જીરુ, હીંગ, સમારેલી ડુંગળી પછી તેને 3 મિનિટ સાતળો. પછી તમે ખમણેલું આદુ ઉમેરો.
- હવે તેમા ટામેટાની પ્યુરી ઉમેરો અને મિક્સ કરો. તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.
- હવે તેમા લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો ઉમેરો પછી મિક્સ કરો.
- હવે તેમા પાણી સહિત રાજમા ઉમેરી દો. પછી તેને ઉકળવા દો. પછી તેમા કસુરી મેથી, કોથમરી ઉમેરો. તો તૈયાર છે તમારા ગરમા ગરમ રાજમા.