spot_img
HomeLatestNationalતમારે ત્યાંની બેઠકનું આ રીતે તપાસો રિઝલ્ટ, આ રહી પ્રોસેસ

તમારે ત્યાંની બેઠકનું આ રીતે તપાસો રિઝલ્ટ, આ રહી પ્રોસેસ

spot_img

લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. તમારી લોકસભા બેઠકનું પરિણામ તમે અનેક રીતે જાણી શકો છો. અને આ પરિણામ જાણવાની પ્રક્રિયા સરળ છે.

તમે કઈ રીતે જાણી શકશો પરિણામ ?

જો તમે ચૂંટણીના પરિણામો જોવા માંગો છો અને તમારી લોકસભા સીટ પરથી કયો ઉમેદવાર જીતી રહ્યો છે અથવા જીત્યો છે તે જાણવા માગો છો, તો અમે તમને એક પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ECI વેબસાઇટ પર લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જોઈ શકો છો. આ માટે મોબાઇલમાં બ્રાઉઝર ખોલો અને પછી ECI વેબસાઇટ પર જાઓ, અથવા તમે આ લિંક (https://results.eci.gov.in/) નો ઉપયોગ કરી શકો છો.

પરિણામ ચકાસવામાં શું સાવચેતી રાખશો ?

આ પછી તમે તમારા રાજ્યનું સ્ટેટસ અને પછી તમારી લોકલ સીટ ચેક કરી શકો છો. અહીં તમે ચકાસી શકો છો કે ઉમેદવારોમાં કોણ આગળ છે અને કોણ જીત્યું છે. મતગણતરીના દિવસે એટલે કે 4 જૂને ઘણા લોકો ચૂંટણી પંચની વેબસાઈટની મુલાકાત લેશે અને સાયબર ગુનેગારો પણ આ તકનો લાભ લઈ શકશે. આવી સ્થિતિમાં, સાયબર ગુનેગારો ECI વેબસાઇટ જેવી લિંક બનાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular