ભારતમાં એકથી એક સુંદર હોટલ્સ છે. આવી હોટલમાં સુવિધા અને સુંદરતાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં સસ્તી અને મોંઘી બંને પ્રકારની હોટલ જોવા મળે છે. ઘણી હોટલ થીમવાળી હોય છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષવામાં મદદ કરે છે.
રાજસ્થાનમાં આવી ઘણી હોટલ્સ આવેલી છે. જેમાં જયપુરની ઘણી હોટલ્સ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પિંક સિટી જયપુર એક ટૂરિસ્ટ સિટી છે, અને ઘણા જોવાલાયક સ્થળો છે, જેને જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે.
જયપુરના રમણીય સ્થળોએ આખા વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વના પ્રવાસીઓની ભીડ રહે છે. આજે પણ અહીં ઘણા કિલ્લાઓ અને મહેલો છે, જેની સુંદરતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જયપુરમાં ઘણા કિલ્લાઓને હોટલમાં ફેરવી દેવામાં આવ્યા છે.
જયપુરમાં સ્થિત હોટેલો તેમની શ્રેષ્ઠ સુવિધાઓ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આજે અમે તમને એવી જ એક હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે.
આ સાથે એવું માનવામાં આવે છે કે, આ ભારતની સૌથી મોંઘી હોટેલ છે. પ્રતિષ્ઠિત ટ્રાવેલ પ્લસ લેઝર ઈન્ડિયાઝ બેસ્ટ એવોર્ડ્સ 2021માં જયપુરના રામબાગ પેલેસને બેસ્ટ લક્ઝરી હોટેલનું બિરુદ આપવામાં આવ્યું છે.
આ સુંદર મહેલ એક સમયે જયપુરના રાજાનું નિવાસસ્થાન હતું. તે વર્ષ 1835 માં બાંધવામાં આવ્યું હતું. વર્ષ 1925માં રામબાગ પેલેસ જયપુરના મહારાજાનું કાયમી નિવાસસ્થાન બની ગયું હતું. આ પછી મહારાજા સવાઈ માન સિંહે વર્ષ 1957માં આ મહેલને આલીશાન હોટલમાં ફેરવી નાખી હતી.
રામબાગ પેલેસ 47 એકરમાં બનેલો છે. તેમાં ઘણા લક્ઝુરિયસ સ્યુટ, માર્બલ કોરિડોર, હવાદાર વરંડા અને જાજરમાન બગીચા છે. હોટલના ભાડાની વાત કરીએ, તો તેના અલગ-અલગ રૂમ અને સ્યુટનું ભાડું 2.5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી છે.
તેમાં રોયલ ડાઇનિંગ રૂમ અને માસ્ટર બેડરૂમ સાથે ડ્રેસિંગ એરિયા પણ છે. આ સાથે હોટેલમાં એક મોટો સ્વિમિંગ પૂલ પણ છે, જેમાં ઘણી સુવિધાઓ છે.
હોટેલ પોલો ગોલ્ફ, જીવા ગ્રાન્ડે સ્પા, જાકુઝી, ઇન્ડોર, આઉટડોર સ્વિમિંગ, વૉકિંગ ટ્રેઇલ, ફિટનેસ હબ, યોગ પેવેલિયનમાં યોગ સહિતની અદભૂત સુવિધાઓ પ્રદાન કરે છે, જે તમને શહેરમાં એક્શનથી ભરેલા દિવસ બાદ આરામ કરવામાં મદદ કરે છે.