spot_img
HomeSportsભારતીય મહિલા ટીમનું મોટું પરાક્રમ, આટલા વર્ષોમાં પહેલીવાર બન્યું આવું

ભારતીય મહિલા ટીમનું મોટું પરાક્રમ, આટલા વર્ષોમાં પહેલીવાર બન્યું આવું

spot_img

ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ચેન્નાઈ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં એક મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ભારતીય ટીમનો સ્કોર 525 રન હતો. બીજા દિવસના પ્રથમ સેશનમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 603 રનના સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ભારતીય ટીમે મહિલા ટેસ્ટ ક્રિકેટના 90 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ટીમ ઈન્ડિયા મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક દાવમાં 600 રન બનાવનારી પ્રથમ ટીમ બની છે.
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામેની પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં શેફાલી વર્માએ 205 રનની ઇનિંગ રમી હતી જ્યારે સ્મૃતિ મંધાનાએ પણ 149 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિચા ઘોષે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમે એક દાવમાં 600 રન બનાવ્યા છે, જેમાં ભારતીય ટીમ આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે. આ સાથે જ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના નામે હતો, જેણે વર્ષ 2024માં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ ઇનિંગમાં 575 રન બનાવ્યા હતા.

First Time In 147 Years: Indian Women's Cricket Team Achieves Massive Feat  | Cricket News

મહિલા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એક દાવમાં સૌથી વધુ સ્કોર

ભારત – 603 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ ટેસ્ટ મેચ, વર્ષ 2024)

ઓસ્ટ્રેલિયા – 575 રન (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પર્થ ટેસ્ટ મેચ, વર્ષ 2023)

ઓસ્ટ્રેલિયા – 569 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગિલ્ડફોર્ડ ટેસ્ટ મેચ, 1998)

ઓસ્ટ્રેલિયા – 525 રન (ભારત વિરુદ્ધ, અમદાવાદ ટેસ્ટ મેચ, 1984)

ન્યુઝીલેન્ડ – 517 રન (વિરુદ્ધ ઈંગ્લેન્ડ, સ્કારબોરો ટેસ્ટ મેચ, 1996)

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular