સેમસંગે ભારતમાં તેની F શ્રેણી હેઠળ ત્રણ સ્ટોરેજ વેરિયન્ટમાં Samsung Galaxy F55 5G લોન્ચ કર્યું છે. આ સ્માર્ટફોનને 8GB RAM + 128GB/256GB સ્ટોરેજ અને 12GB + 256GB સ્ટોરેજ વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
આ માટેનું વેચાણ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. તેની કિંમત 26,999 રૂપિયાથી શરૂ થાય છે. અહીં અમે તમને તેના સ્પેક્સ અને અન્ય વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Samsung Galaxy F55 5G કિંમત
Galaxy F55 (8GB RAM/128GB)ની કિંમત 26,999 રૂપિયાથી શરૂ થાય છે. 8GB + 256GB વેરિઅન્ટ 29,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 12GB રેમ/256GB સ્ટોરેજ વેરિઅન્ટ પણ રજૂ કરવામાં આવ્યું છે. જેની કિંમત 32,999 રૂપિયા છે.
આ ફોન ખરીદવા પર 2,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જો ગ્રાહકો HDFC, Axis, ICICI બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરે છે તો તેમને આ લાભ મળશે. ફોનનું વેચાણ આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. તે ફ્લિપકાર્ટ અને કંપનીની સત્તાવાર સાઇટ પરથી ખરીદી શકાય છે.
ઉત્તમ વેગન લેધર ડિઝાઇન
સેમસંગે આ ફોનને સેગમેન્ટમાં સૌથી પાતળો ગણાવ્યો છે. ફોનને ક્લાસી વેગન લેધર ડિઝાઇન ફિનિશ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનને બે કલર ઓપ્શન એપ્રિકોટ ક્રશ અને રેઝિન બ્લેકમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું વજન 180 ગ્રામ છે અને સ્લીકનેસ 7.8mm છે.
ડિસ્પ્લે
નવીનતમ સ્માર્ટફોનમાં 6.7 ફુલ HD+ સુપર AMOLED+ ડિસ્પ્લે છે, જે 1000 nits પીક બ્રાઇટનેસ અને વિઝન બૂસ્ટર ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. તેનો રિફ્રેશ રેટ 120 છે.
પ્રોસેસર
પરફોર્મન્સ માટે, ફોનમાં 4nm પર કામ કરતા ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 Gen1 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કેમેરા
ફોટોગ્રાફીના શોખીનો માટે ફોનમાં 50 MP (OIS) કેમેરા છે. કેમેરા સેટઅપમાં 8MP અલ્ટ્રાવાઇડ સેન્સર છે. કેમેરામાં નાઈટગ્રાફી ફીચર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે ફોનમાં 50MP કેમેરા છે.
બેટરી અને ચાર્જિંગ
Galaxy F55 5G પાસે 5,000mAh બેટરી છે જે 45w સુપરફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.