spot_img
HomeAstrologyAstrology News: હળદરના આ અનોખા ઉપાયથી સુખ-સમૃદ્ધિ વધશે, ધન વૈભવ ક્યારેય નહીં...

Astrology News: હળદરના આ અનોખા ઉપાયથી સુખ-સમૃદ્ધિ વધશે, ધન વૈભવ ક્યારેય નહીં ખૂટે

spot_img

વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર પાવડર અથવા હળદરના ટુકડા ઘરની અંદર રાખવા શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રનો આ ઉપાય ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન વૈભવ વધારે છે. આવો જાણીએ આ ઉપાય કેવી રીતે કરી શકાય.

સામાન્ય રીતે હળદરનું ઘણું મહત્વ છે. જો કે, ભૌતિક દ્રષ્ટિએ સકારાત્મક ઉર્જા અભિવ્યક્ત કરવા માટે પીળા રંગનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે. પીળો રંગ માત્ર સકારાત્મક ઉર્જાને જ આકર્ષિત નથી કરતો. તે સંપત્તિ અને સમૃદ્ધિને પણ આકર્ષિત કરે છે.

જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત અને વાસ્તુ નિષ્ણાત અશોક શાસ્ત્રી જણાવે છે કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર પાવડર અથવા હળદરના ટુકડા ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, હળદર પાવડર અથવા હળદરના ટુકડા ઘરમાં ક્યાં રાખવો જોઈએ તે જાણી લેવું ખૂબ જરૂરી છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર હળદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ આર્થિક વિકાસમાં સુધારો કરે છે. ઘરના રસોડામાં હળદરનો પાવડર રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે રસોડામાં હળદરનો પાવડર રાખો છો, તો ક્યારેય પૈસાની અછત થતી નથી.

સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઘરના મુખ્ય દ્વાર પર હળદર રાખવી ખૂબ જ શુભ માનવામાં છે. આ માટે હળદરને એક નાનકડા બોક્સમાં ભરીને આગળના દરવાજા પાસે રાખવી જોઈએ.

ઘરના મંદિર કે પૂજા રૂમમાં હળદર રાખવી વાસ્તુ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિર અથવા પૂજા ઘર ઘરની અંદર એક પવિત્ર સ્થળ છે. હળદરનો ટુકડો ત્યાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

દરેક વ્યક્તિ ઘરની અંદર પૈસાનો પ્રવાહ વધારવાનો પ્રયત્ન કરે છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે જગ્યાએ પૈસા રાખવામાં આવે છે, ત્યાં હળદરનો ટુકડો રાખવો શુભ માનવામાં આવે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular