Travel News: એડવેન્ચર એક્ટિવિટીને પસંદ કરનારા લોકો તમામ પ્રકારની રાઈડનો આનંદ માણવા માંગે છે. આ એક્ટિવિટીઓમાંથી એક છે હોટ એર બલૂન રાઈડ. હોટ એર બલૂન રાઈડ એ વિદેશી પ્રવાસીઓની સાથે-સાથે સ્થાનિક પ્રવાસીઓની વચ્ચે પણ સૌથી રોમાંચક પ્રવૃત્તિમાંની એક છે. આ રોમાંચક રાઈડનો આનંદ ભારતમાં ઘણી જગ્યાએ લઈ શકાય છે. અહીં જાણો ભારતના કયા સ્થળોએ કરી શકો છો હોટ એર બલૂન રાઇડ-
જયપુર
જયપુર ફરવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. અહીં તમે ઐતિહાસિક ઈમારતો અને કિલ્લાઓ સિવાય હોટ એર બલૂનની પણ રાઈડ કરી શકો છો. જો તમે જયપુર ફરવા માટે જાઓ, તો આમેર કિલ્લા પરથી હોટ એર બલૂનનો આનંદ માણી શકો છો.
મહારાષ્ટ્ર
તમે મહારાષ્ટ્રમાં પણ હોટ એર બલૂનનો આનંદ ઉઠાવી શકો છો. લોનાવાલાની પાસે હોટ એર બલૂન રાઈડ ઉપલબ્ધ છે, જે મુંબઈથી લગભગ 100 કિમીના અંતરે આવેલું છે. તમે બલૂન રાઈડ લઈને લોનાવાલાની આસપાસના સ્થળોને પણ એક્સપ્લોર કરી શકો છો.
દિલ્હી
દિલ્હીમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. તમે દિલ્હીના પ્રવાસ દરમિયાન આ એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી શકો છો. આ માટે તમે દિલ્હી પાસે આવેલા માનેસર, સોહના ગામ અને દમદમા તળાવની આસપાસ આ એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.
ગોવા
જો તમે ગોવા ફરવા માટે જઈ રહ્યા છો, તો ત્યાં વોટર સ્પોર્ટ્સની સાથે હોટ એર બલૂનનો આનંદ પણ લઈ શકો છો. જોકે, આ રાઈડ થોડી મોંઘી હોઈ શકે છે, પરંતુ આ રાઈડમાં તમને ઘણી મજા આવશે.
હિમાચલ પ્રદેશ
હોટ એર બલૂન રાઈડ માટે તમે મનાલી જઈ શકો છો. હિલ સ્ટેશન પર તમે આ રાઈડનો આનંદ લઈ શકો છો અને પ્રકૃતિની સુંદર ખીણોનો આનંદ માણી શકો છો. અહીં બરફથી ઢંકાયેલો હિમાલય અને લીલીછમ ખીણો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.