જિલ્લામાં 30 ટકા દર્દીઓનો ઘટાડો: હાલ 158 નિર્મળ મિત્રો
જુનાગઢ તા.24 : આજે 24 માર્ચ એટલે દેશ-દુનિયામાં વિશ્વ ક્ષયદીનની ઉજવણી કરવામાં આવે છે. આ રોગ હવામાંથી ફેલાતો હોવાથી તે પરિવારના સભ્યોને પણ અસર કરતો હોવાથી દર્દીઓનો સતત વધારો થતો હોય છે. જુનાગઢ જિલ્લાના ક્ષય અધિકારી ચંદ્રેશ વ્યાસના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લામાં હાલ ક્ષયના દર્દીઓનો સતત ઘટાડો થઈ રહ્યો જોવા મળે છે. દર માસે 100થી વધુ દર્દીઓ નવા નોંધાતા હતા જે ઘટીને હાલ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગત વર્ષે 1611 ટીબીના નવા કેસની સામે 1400ને યોગ્ય સારવાર આપી ટીબી મુક્ત કરાયા હતા જેને જોઈએ તો 93 ટકા સફળતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્ષ 2025માં ટીબી નિર્મુલન કાર્યક્રમને વેગ આપવા હાલ વિવિધ સેવાઓ અને સહાય શરુ કરવામાં આવી છે જેમાં ક્ષયના દર્દીને દર મહીને તેમના ડાયરેકટર બેન્ક એકાઉન્ટમાં રૂા.500 જમા થઈ જાય છે. વર્ષ 2022માં 908 દર્દીઓને કોઈ યોજનામાં માસીક 500 ચુકવવામાં આવે છે
સાથે ન્યુટીશન કીટ આપવામાં આવે છે જેમાં પોષણ યુક્ત આહાર હોય છે. દર્દીના ઘરે જઈને તપાસ કરવામાં આવે છે. જરૂરત પડે તો સેન્ટર ઉપર લઈ જઈ સારવાર અપાય છે. જિલ્લામાં હાલ કુલ 158 નિર્મળ મિત્રો નોંધાયા છે. આ લોકો દ્વારા દર્દીને પોષણ આહારની કીટ તેમના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ કીટમાં એક કીલ્લો કઠોળ, ખજુર, તેલ-ગોળ જેવા પોષણયુક્ત આહાર હોય છે જે દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે દર્દી સંપૂર્ણ સાજો થાય તે માટેનો હેતુ હોય છે જેમાં સમાજના સેવાભાવી લોકો સંસ્થાઓ, રાજકીય હોદેદારો, આરોગ્ય કર્મીઓ પણ જોડવામાં આવે છે.