બટાકાનું શાક દરેક વ્યક્તિને પ્રિય હોય છે. કોઈ શાક ભાવતા હોય કે ન ભાવતા હોય પરંતુ બટાકાનું શાક તો ભાવતું જ હોય છે. તેમાય બકાટાનું સુકુ શાક, જેને આપણે જીરા આલુ કહીએ છીએ તે પણ ઘણા લોકોને પસંદ હોય છે. આજે જીરા આલુ કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
જીરા આલુ સબ્જી બનાવવાની સામગ્રી
- બાફેલા બટાકા,
- જીરું,
- હળદર,
- લાલ મરચું પાઉડર,
- ધાણાજીરું,
- લીલા મરચા,
- આમચૂર,
- લીંબુનો રસ,
- તેલ,
- કોથમરી,
- મીઠું.
બટેકાનું સૂકું શાક બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, સમારેલું લીલું મરચું ઉમેરીને સાંતળી લો.
સ્ટેપ-2
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, આમચૂર પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરી લો.
સ્ટેપ-3
હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરીને મિક્સ કરીને 3-4 મિનીટ સુધી પકાવો.
સ્ટેપ-4
હવે તેમાં ગરમ મસાલો અને કોથમરી ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે જીરા આલૂનું ટેસ્ટી શાક, તમે પૂરી, પરોઠા અને દહીં સાથે સર્વ કરો.