spot_img
HomeLifestyleFoodMasoor Dal Pakora Recipe: વીકેન્ડ પર ઘરે ટ્રાય કરો સ્વાદિષ્ટ મસૂર દાળના...

Masoor Dal Pakora Recipe: વીકેન્ડ પર ઘરે ટ્રાય કરો સ્વાદિષ્ટ મસૂર દાળના પકોડા, નોંધી લો તેની સરળ રેસીપી

spot_img
Masoor Dal Pakora Recipe: મોટાભાગના લોકોને પકોડા ખાવાના પસંદ હોય છે. આપણી ત્યાં વિવિધ પ્રકારના પકોડા બનતા હોય છે. તેમાંથી એક છે મસૂર દાળના પકોડા. તેને બનાવવામાં લગભગ 30 મિનિટનો સમય લાગે છે. ગરમાગરમ ચા અને ફુદીનાની ચટણી સાથે મસૂર દાળના પકોડા ખાવાની એક અલગ જ મજા છે.
આ વખત તમે વીકએન્ડ પર કંઈક અલગ ટ્રાય કરવા માગો છો તો અમે તમારી માટે લાવ્યા છીએ મસૂર દાળના પકોડાની સરળ રેસીપી. તે સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. જાણી લો તેને બનાવવાની રીત.

મસૂર દાળના પકોડા બનાવવાની સામગ્રી

    એક કપ મસૂરની દાળ
    1 સમારેલી ડુંગળી
    4 ચમચી સરસવનું તેલ
    2 લીલા મરચા
    1 ઇંચ આદુ
    અડધી ચમચી કાળા મરી
    4 લસણ
    1 ટીસ્પૂન જીરું પાવડર
    2 ચમચી કોથમીર
    જરૂર મુજબ મીઠું

મસૂર દાળના પકોડા બનાવવાની રીત

    મસૂર દાળને 3-4 વાર ધોઈને લગભગ એક કલાક માટે પાણીના બાઉલમાં પલાળી રાખો.
    હવે પાણી કાઢીને મસૂર દાળને બ્લેન્ડરમાં નાખો.
    લીલા મરચા, લસણ અને આદુ સાથે થોડું પાણી ઉમેરો.
    જાડો દાળનો પેસ્ટ બનાવવા માટે સારી રીતે મિક્સ કરી લો.
    હવે ડુંગળીને સારી રીતે ઝીણી સમારી લો.
    દાળના પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેમાં મીઠું, સમારેલી કોથમીર, કાળા મરી પાવડર અને જીરું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
    તેમાં ઝીણી સમારેલી ડુંગળી પણ મિક્સ કરી લો.
    એક નોન-સ્ટીક પેનમાં સરસવનું તેલ ગરમ કરીને તેમાં એક ચમચી દાળનું મિશ્રણ ઉમેરીને દબાવો.
    તેનો આકાર ગોળાકાર હોવો જોઈએ.
    આ પકોડા ક્રિસ્પી અને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી બંને બાજુથી તળો.
    સ્વાદિષ્ટ મસૂર દાળ પકોડા સર્વ કરવા માટે તૈયાર છે.
    તેને ચટણી અને ચા સાથે સર્વ કરો.
spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular