spot_img
HomeGujaratGujarat News: અમદાવાદમાં રેસીલીયન્સ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ ત્રણ હજાર કરોડના ડ્રેનેજ...

Gujarat News: અમદાવાદમાં રેસીલીયન્સ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ ત્રણ હજાર કરોડના ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરના કરાશે કામ

spot_img

રેસીલીયન્સ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ અમદાવાદમાં રુપિયા ત્રણ હજાર કરોડના ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામ હાથ ધરવામાં આવશે.ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુરી પાડવામાં આવતી પાણી,રોડ તથા ડ્રેનેજ સહિતની સુવિધાને એક પ્લેટફોર્મ ઉપર લાવી વહીવટી સિસ્ટમને સરળ બનાવવામાં આવશે.આ પ્રોજેકટ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડ બેન્ક સાથે કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનામિક અફેર્સ તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી મંજૂરી મળ્યા બાદ એગ્રીમેન્ટ કરવામા આવેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતા કામ કરવા ગુજરાત રેસીલીયન્સ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત પ્રપોઝલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી.વર્લ્ડ બેન્કની નાણાંકિય સહાય મેળવવા માટે અધિકારીઓ સાથે મ્યુનિ.ના ડ્રેનેજ, એસ.ટી.પી.,ઈગવર્નન્સ સહિતના વિભાગના અધિકારીઓએ તબકકાવાર મિટીંગ કરી હતી.જે દરમિયાન ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરના રુપિયા ત્રણ હજાર કરોડના કામ નકકી કરવામાં આવ્યા હતા.્ર પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે જી.કે.ડબલ્યુ કન્સલ્ટની નિમણૂંક કરાઈ છે.

ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરના કયા કામ હાથ ધરાશે?

૧.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ વાસણા ખાતે રુપિયા ૭૭૮ કરોડથી વધુના ખર્ચથી ૩૭૫ મિલીયન લિટર પર ડે ક્ષમતા ધરાવતો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે.

૨.પીરાણા ખાતેના હયાત ૧૮૦ એમ.એલ.ડી ક્ષમતાના પ્લાન્ટને એન.જી.ટી.ના નોમર્સ મુજબ કરવા તેમજ નવો ૪૨૪ એમ.એલ.ડી.ક્ષમતાનો પ્લાન્ટ બનાવવા ફીઝીબીલીટી રીપોર્ટ તથા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ વિશ્વબેન્ક દ્વારા મંજૂર કરવામા આવેલ છે.જેની ટેન્ડર પ્રક્રીયા શરુ કરાઈ છે.

૩.વાસણા ખાતેના હયાત ૨૪૦ એમ.એલ.ડી.ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને એન.જી.ટી.ના નોમર્સ મુજબ કરવા તેમજ નવો ૨૪૦ એમ.એલ.ડી.પ્લાન્ટ બનાવવા લોએસ્ટ-વનના પણ ઉંચા ભાવ આવતા નવા ટેન્ડરની પ્રક્રીયા શરુ કરાઈ છે.બીડરે હયાત સ્ટ્રકચરને ડીમોલીશ કરવા પ્રપોઝલ કરી હતી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular