spot_img
HomeBusinessડિજિટલ પેમેન્ટમાં વધારો કરવામાં UPIએ ભજવી મુખ્ય ભૂમિકા, 2022-23માં 139 લાખ કરોડ...

ડિજિટલ પેમેન્ટમાં વધારો કરવામાં UPIએ ભજવી મુખ્ય ભૂમિકા, 2022-23માં 139 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન

spot_img

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ ડિજિટલ પેમેન્ટના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં, UPIએ ગયા નાણાકીય વર્ષમાં બેંક નોટોના સર્ક્યુલેશનને 7.8 ટકા ઘટાડવામાં મદદ કરી છે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે લોકસભામાં જણાવ્યું હતું કે UPI વ્યવહારોની સંખ્યા 2017-18માં 92 કરોડથી વધીને 2022-23માં 8,375 કરોડ થઈ છે, જે 147 ટકાનો વધારો છે.

UPI plays a key role in increasing digital payments, transactions worth Rs 139 lakh crore in 2022-23

UPI નો ક્રેઝ વધી રહ્યો છે
UPI વ્યવહારોના મૂલ્યની વાત કરીએ તો, 2017-18માં તે 1 લાખ કરોડ રૂપિયા હતી અને 2022-23માં તે 168 ટકા વધીને 139 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં કરાડે જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષો દરમિયાન 57 બેંકો બંધ કરવામાં આવી હતી અને ત્રણ બેંકો, પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક, લક્ષ્મી વિલાસ બેંક અને યસ બેંકને પુનર્જીવિત કરવામાં આવી હતી.

આરબીઆઈએ બેંકો અને એનબીએફસી પર 40 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે

RBIએ નિયમોના ઉલ્લંઘન બદલ 2022-23માં બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC) અને અન્ય સંસ્થાઓ પર 40.39 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. નાણા રાજ્યમંત્રી ભગવત કરાડે કહ્યું કે સહકારી બેંકો સંબંધિત 176 કેસ છે, જેમાં 14.04 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular