ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આજે પીએમ મોદીને મળ્યા હતા. મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીને મળ્યા બાદ બ્લિંકને ટ્વીટ કર્યું હતું કે વાતચીત બંને દેશો માટે ફાયદાકારક છે.
બ્લિંકને કહ્યું
મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી કે કેવી રીતે યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત એક ખુલ્લા અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. હું બંને દેશોના ઉજ્જવળ ભવિષ્ય માટે ટેક્નોલોજી, સ્વચ્છ ઊર્જામાં અમારી નવીનતાઓ ચાલુ રાખવા માટે આતુર છું.