spot_img
HomeGujaratRain Update :વલસાડમાં અતિ પવન સાથે મેઘરાજ વરસ્યા, હાઈવે પર થોડી...

Rain Update :વલસાડમાં અતિ પવન સાથે મેઘરાજ વરસ્યા, હાઈવે પર થોડી વારમાં તળાવ જેવી સ્થિતિ થઈ, જુઓ..

spot_img

સત્તાવાર ચોમાસાના આગમન પહેલા જ વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. વલસાડ, ધરમપુર, કપરાડામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો છે. પારડી, ઉંમરગામ, વાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વલસાડવાસીઓને ભારે ઉકળાટથી રાહત મળી છે.

અચાનક મેઘરાજાએ બેટિંગ કરતા કેરીના પાકમાં નુકસાનની ભીતિ છે. વરસાદે કેરીના વેપારીઓની ચિંતા વધારી છે. ધરમપુરમાં અત્યંત ભારે વરસાદમાં કેરીનો પાક પલળ્યો છે. કેરી ભરેલા વાહનો પર તાડપત્રી બાંધવાની ફરજ પડી છે.

વલસાડના ધરમપુર નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. ધરમપુર તાલુકા ખાતે 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. પારડી હાઇવેના બગવાડા ટોલનાકા પાસે વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર થોડા વરસાદમાં જ તળાવ જેવી સ્થિતિ છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular