ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo અને તેના ભારતીય સહયોગીઓના ઘણા કર્મચારીઓએ તેમની વિઝા અરજીઓમાં તેમની રોજગાર છુપાવી હતી. કેટલાકે તો જમ્મુ અને કાશ્મીરના ‘સંવેદનશીલ’ હિમાલયની મુલાકાત લઈને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની એક કોર્ટમાં આ માહિતી આપી હતી.
ઓછામાં ઓછા 30 ચીની વ્યક્તિઓ બિઝનેસ વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા અને વિવોના કર્મચારીઓ તરીકે કામ કરતા હતા, એમ EDએ જણાવ્યું હતું. પરંતુ, તેમના આવેદનપત્રમાં માહિતી આપવામાં આવી ન હતી કે કંપની તેમના એમ્પ્લોયર છે. એટલું જ નહીં, વિવિધ ચીની નાગરિકો ભારતીય વિઝા શરતોનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સંવેદનશીલ સ્થળો સહિત સમગ્ર ભારતમાં પ્રવાસ કરી રહ્યા હતા.
EDએ એમ પણ કહ્યું કે Vivo ગ્રૂપની કંપનીઓના ઘણા કર્મચારીઓ માન્ય વિઝા વિના ભારતમાં કામ કરી રહ્યા છે. તેઓએ તેમના એમ્પ્લોયર વિશે માહિતી છુપાવીને ચીનમાં ભારતીય દૂતાવાસ અથવા મિશન સાથે છેતરપિંડી કરી.
ભારત વિદેશીઓને લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરના એવા ભાગોની મુલાકાત લેતા અટકાવે છે જેને ‘સંરક્ષિત’ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી નાગરિકોએ આ વિસ્તારો માટે પરમિટ મેળવવી જરૂરી છે. નોંધનીય છે કે Vivo અને તેની સહયોગી કંપનીઓ પર કરચોરી દ્વારા ચીનને નાણાં મોકલવાનો આરોપ છે.