કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે મતદાન કરવા આવનારા નાગરિકોને કોઇપણ તકલીફ ના પડે એ માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ, ગાંધીનગરમાં 40 ડિગ્રી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા 7 મે એટલે કે આજે કાળઝાળ ગરમીની આગાહી કરાઇ છે. આવી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે મતદાન કરવા આવનારા નાગરિકોને કોઇપણ તકલીફ ના પડે એ માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આજના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ, ગાંધીનગરમાં 40 ડિગ્રી, જ્યારે સુરતમાં 39 ડિગ્રી આસપાસ, રાજકોટમાં 40 ડિગ્રી, કચ્છ 41 ડિગ્રીની આસપાસ રહેશે. ત્યારે ગરમીથી બચવા અમદાવાદના કુલ 1995 મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કે 3 કે તેથી વધુ બૂથ ધરાવતા 778 મતદાન મથકો પર કૂલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક મતદાન મથક પર પીવાના પાણીના 5-5 જગની વ્યવસ્થા કરાઈ છે. તો દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ORS પણ પૂરું પાડવામાં આવશે.