Weight loss : દુનિયામાં મોટાપાના કેસથી અનેક લોકો પીડાઇ રહ્યા છે. વધતુ વજન તમને એક નહીં, પરંતુ અનેક બીમારીઓનો શિકાર બનાવી શકે છે. ખાસ કરીને કોવિડ બાદ મોટાપાનો શિકાર લોકો ઝડપથી બની રહ્યા છે. શરીરમાં જ્યારે ચરબીનું સ્તર વધી જાય છે ત્યારે આ બાબતનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. વજન ઉતારવામાં અનેક ઘણી મહેનત પડે છે. આ માટે સ્લો ડાયટ અને એક્સેસાઇઝ ખઊબ જરૂરી છે. એવામાં તમે ડાયટમાં ગ્રીન ટી એડ કરો છો તો વજન ઉતારવામાં તમને સારું અને જલદી રિઝલ્ટ મળે છે. ગ્રીન ટી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. તો જાણો ગ્રીન ટીના ફાયદાઓ વિશે..
ગ્રીન ટી પીવાના ફાયદાઓ
ગ્રીન ટીમાં વિટામીન, ફાઇબર, મિનરલ, એન્ટી ઓક્સિડન્ટ્સ, કેફીને અને એમીનો એસિડ હોય છે. આ બધા પોષક તત્વો સ્વાસ્થ્ય અને સુંદરતા એમ બન્ને માટે લાભકારી છે. ગ્રીન ટી પીવાથી માત્ર વજન જ નહીં, પરંતુ સુગર પણ કંટ્રોલમાં રહે છે. આ સાથે કેન્સર સહિત હાર્ટ પણ હેલ્ધી રહે છે.
વજન ઉતરી જશે
ગ્રીન ટી એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર હોય છે. આ મોટાપાને સરળતાથી કંટ્રોલમાં કરી શકે છે. આ તમારી બોડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ સાથે ફ્રેશ રાખે છે. સતત તમે ગ્રીન ટી પીઓ છો તો મેટાબોલિઝમ સિસ્ટમ બુસ્ટ થાય છે અને મોટાપાને તમે કંટ્રોલમાં કરી શકો છો. ગ્રીન ટીમાં રહેલું કમ્પાઉન્ડ ફેટ બર્નિંગ હોર્મોનને એક્ટિવ કરે છે.
જાણો ગ્રીન ટી ક્યારે પીવી જોઇએ
સામાન્ય રીતે લોકો સવારે ખાલી પેટે ગ્રીન ટી પીતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. આ માટે ખાલી પેટે ગ્રીન ટીનું સેવન ના કરો કારણકે આનાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે. સવારમાં નાસ્તો કર્યા પછી ગ્રીન ટી પીઓ. તમે જમતી વખતે ગ્રીન ટીનું સેવન કરો છો તો પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ માટે તમે રાત્રે જમ્યાના એક કલાક બાદ ગ્રીન ટી પીઓ. દિવસમાં તમે બે વાર ગ્રીન ટી પી શકો છો. આનાથી તમને અનેક ફાયદો મળશે. ઝડપથી વજન ઉતારવા માટે પ્રોપર ડાયટ અને એક્સેસાઇઝ કરવી પણ ખૂબ જરૂરી છે.