spot_img
HomeGujaratહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી : વરસાદ થઇ શકે છે ઘાતક, આટલા...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી : વરસાદ થઇ શકે છે ઘાતક, આટલા જિલ્લાઓને કરાયા એલર્ટ

spot_img

આજનો દિવસ ગુજરાતના લોકો માટે ભારે છે. છેલ્લા 24 કલાકથી વરસાદે રૌદ્ર રૂપ બતાવ્યું છે. પરંતુ હવે બુધવાર ઘાતક સાબિત થવાનો છે. આજે ગુજરાતમાં ઘાતક વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના 3 જિલ્લામાં રેડ અલર્ટ પર છે. અમરેલી, ભાવનગર, વલસાડમાં રેડ અલર્ટ છે. તો દમણ, દાદરા-નગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે. તો આજે ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારીમાં ઓરેન્જ અલર્ટ છે. આ ઉપરાંત આજે ગુજરાતના 9 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે. જેમાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ, પોરબંદર, રાજકોટ, બોટાદમાં યલો અલર્ટ છે.

Weather expert Ambalal Patel's prediction: Rain can be fatal, so many districts have been alerted

પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 3 કલાક વરસાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણમાં મધ્યમ વરસાદ રહેશે. તો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા પણ મધ્યમ વરસાદ રહેશે. મહીસાગર, દાહોદ, અરવલ્લી માટે આગાહી છે. જૂનાગઢ, જામનગર, પોરબંદર વરસાદ રહેશે. ગીર સોમનાથ, કચ્છમાં મધ્યમ વરસાદ રહી શકે છે.

Weather expert Ambalal Patel's prediction: Rain can be fatal, so many districts have been alerted

રાજ્યના 44 જળાશયો હાઈએલર્ટ પર

ગુજરાતમાં આ સીઝનમાં નોંધપાત્ર વરસાદ વરસવાના કારણે રાજ્યના 206 જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. જેમાં સિંચાઈ વિભાગ દ્વારા 43 જળાશયોને હાઈએલર્ટ પર, 18 જળાશયો એલર્ટ પર અને 19 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યભરમાં આજે દક્ષીણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ છે. અરવલ્લી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ છે. તો નવસારી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ અલર્ટ છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ અને બોટાદમાં આજે યેલો અલર્ટ છે. તેમજ આણંદ, સુરત વડોદરા, ભરૂચ, તાપી અને ડાંગમાં આજે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular