spot_img
HomeTechશું છે રેન્સમ વાયરસ? તેનાથી કઇ રીતે બચશો?

શું છે રેન્સમ વાયરસ? તેનાથી કઇ રીતે બચશો?

spot_img

છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં રેન્સમ વાયરસ અટેકની ખબરો સાંભળવા મળી રહી છે. આ વાયરસને કારણે ટેક્નોલોજી વિશ્વમાં જાણે તોફાન આવ્યું છે, ભારત કે ગુજરાત, આ વાયરસના તોફાનમાંથી કોઇ બાકાત નથી. અમદાવાદ, રાજકોટ, નવસારી જેવા શહેરોમાં આ વાયરસ ત્રાટકવાની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદના સાયબર ક્રાઇમ દ્વારા આ વાયરસથી બચવા માટેનો હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયો છે.

દુનિયાના કોઇ પણ કમ્પ્યુટર માટે આ વાયરસ જોખમરૂપ સાબિત થઇ શકે છે. આ રેન્સમવેર શું છે અને તેનાથી તમારા કમ્પ્યુટરને કઇ રીતે બચાવશો? જાણો અહીં..

What is a Ransom Virus? How to avoid it?

ક્યાંથી આવે છે વાયરસ?

રેનસમ વાયરસની કોઇ એક પેટર્ન નથી. તે અલગ-અલગ સર્વરથી, અલગ-અલગ લીંકથી તમારી સીસ્ટમ, સર્વર કે ડિવાઇઝ પર હાવી થઇ શકે છે.

આ વાયરસ jpeg, gif, xls, word જેવા અનેક ફોર્મેટ સાથે લિંક અપ થઇ તમારી સિસ્ટમમાં આવી શકે છે.

કઇ રીતે કામ કરે છે રેન્સમવેર?

આ વાયરસ તમારી સિસ્ટમની અમુક ફાઇલ કે ફોલ્ડર, જે તમે રોજ યુઝ કરતા હોવ, તે શોધે છે. તે ક્મ્પ્યુટરમાં ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને તે ફાઇલનું ફોર્મેટ ચેન્જ કરી નાંખે છે. આ કારણે જ્યારે તમે તે ફાઇલ કે ફોલ્ડર ફરીથી ઓપન કરવા જાઓ તો ખોલી નહીં શકો. ઘણા કિસ્સાઓમાં યૂઝર્સ પોતાની ફાઇલ-ફોલ્ડર શોધી પણ નથી શકતા. આની પાછળનું કારણ છે રેન્સમવેર વાયરસ.

ખંડણી માંગતો વાયરસ

અમુક વાર આવી ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલોને આ વાયરસ માલવેર બનાવી દે છે, જેથી તમે જ્યારે તે ઓપન કરવાનો પ્રયત્ન કરો ત્યારે વાયરસ ચાલુ થઇ જાય છે.

હવે આપની સક્રિન પર રેન્સમનો મેસેજ આવે છે, જે કહે છે કે 5 દિવસમાં આટલા રૂપિયા(બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસેથી વધુ બીટકોઇનની માંગણી થાય છે. જે પૂર્ણ ન થતા ક્મ્પયુટરનો તમામ ડેટા ડીલિટ થઇ જાય છે.

What is a Ransom Virus? How to avoid it?

રેન્સમવેરથી બચવા માટે…

  • પેન ડ્રાઇવનો ઉપયોગ ટાળો
  • અજાણ્યા આઇડી પરથી આવેલ ઇ-મેઇલ ન ખોલવો
  • જાણીતા આઇડી પરથી આવેલ નવીન પ્રકારના વિષયોવાળા ઇ-મેઇલને અવગણો
  • નવી વેબસાઇટો સર્ફ કરવાનું ટાળો
  • રોજનું રોજ બેકઅપ લો
  • ઓનલાઇન બેકઅપ પર ભરોસો ન રાખો
  • અગત્યના ડેટા સાચવતી સિસ્ટમનું નેટ કનેક્શન રાખવું જરૂરી ન હોય તો ન રાખો
  • લોભામણી વોટ્સએપ પોસ્ટ પર વિચાર્યા વગર ક્લિક ન કરો
  • રેન્સમ વાયરસ જો તમારા કોમ્પ્યુટરમાં આવે તો તે કોમ્પ્યુટર તુરંત બીજી સીસ્ટમથી અલગ કરી નાંખો.
  • વિશ્વાસપાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હંમેશા ઓન રાખો
spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular