Astrology News: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવા તે જ શુભ માનવામાં આવે છે. જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા છો અથવા પરિવારમાં કોઈને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાથી સમસ્યાઓનું નિવારણ આવી શકે છે. વાસ્તુ અનુસાર, લાફિંગ બુદ્ધા યોગ્ય દિશામાં રાખવા જોઈએ. ઘરમાં લાફિંગ બુદ્ધા ક્યાં રાખી શકાય અને ક્યાં ના રાખી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં રાખવી?
બજારમાં વિવિધ પ્રકારની લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે, હાથમાં ધનની પોટલી હોય તેવી લાફિંગ બુદ્ધાની મૂર્તિ ખરીદવી વધુ ફાયદાકારક છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
લાફિંગ બુદ્ધાની આ મૂર્તિને ઘરના મુખ્ય દરવાજાની એકદમ સામે રાખવાની કોશિશ કરો. આ મૂર્તિ જમીનથી 30 ઈંચ ઊંચી હોવી જોઈએ. માનવામાં આવે છે કે, ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. લાફિંગ બુદ્ધાને સોનાના સિક્કાની વાટકી તથા ફૂલદાની જેવી અન્ય શુભ વસ્તુઓ સાથે રાખી શકાય છે. આ વસ્તુઓને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.
લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં ના રાખવી જોઈએ?
જાણતા અજાણતા લોકો વાસ્તુ નિયમોની અવગણના કરે છે. જેના કારણે તેના જીવનમાં અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાની મૂર્તિ બેડરૂમ કે કિચનમાં ન રાખવી જોઈએ. લાફિંગ બુદ્ધાની મૂર્તિના પગ સ્પર્શ ન કરવા તે અપમાનજનક માનવામાં આવે છે, આ કારણોસર લાફિંગ બુદ્ધાના પગમાં સ્પર્શ ના કરવો. લાફિંગ બુદ્ધાની મૂર્તિ સ્વચ્છ રાખવી, આ પ્રકારે કરવાથી સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે.