IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ મેચમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં RCBને 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા ટીમ 19.4 ઓવરમાં 153 રન પર જ સિમિત રહી હતી. જ્યારે RCB આ લક્ષ્યનો પીછો કરવા માટે નીકળ્યો ત્યારે કોહલી અને ડુ પ્લેસિસની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે પછી અચાનક વિકેટો પડવાની શ્રેણી શરૂ થઈ હતી. આરસીબીને આ સિઝનમાં ચોથી મેચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે હારનું મુખ્ય કારણ ફિલ્ડિંગની સાથે નબળી બેટિંગને ગણાવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ મેચમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં RCBને 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા ટીમ 19.4 ઓવરમાં 153 રન પર જ સિમિત રહી હતી. જ્યારે RCB આ લક્ષ્યનો પીછો કરવા માટે નીકળ્યો ત્યારે કોહલી અને ડુ પ્લેસિસની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે પછી અચાનક વિકેટો પડવાની શ્રેણી શરૂ થઈ હતી. આરસીબીને આ સિઝનમાં ચોથી મેચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે હારનું મુખ્ય કારણ ફિલ્ડિંગની સાથે નબળી બેટિંગને ગણાવી છે.