વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા ચાર રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.જ્યા પીએમ મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા ચાર રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.જ્યા પીએમ મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે. PM મોદીએ 11 સેકેન્ડ માટે મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે.
બીજી તરફ પીએમ મોદીએ મતદાન પહેલા સોમાભાઈ મોદીના ચરણસ્પર્શ કર્યા હતા. આ તરફ મતદાન કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓળખકાર્ડને બરાબર ચકાસ્યા બાદ જ ચૂંટણી અધિકારીએ આગળની પ્રોસેસ કરી હતી અને વડાપ્રધાને પોતાનો મત આપ્યો હતો. વડાપ્રધાન હોવા પહેલા એક મતદાર હોવાની ફરજ PM મોદીએ નીભાવી હતી. તો ચૂંટણી અધિકારીએ પણ તેમનું ઓળખકાર્ડ સામાન્ય નાગરિકની જેમ જ તપાસ્યું હતું.