એક ફોટોગ્રાફરે સોશિયલ મીડિયા પર વર્ષોથી નિર્જન પડેલા શોપિંગ મોલની તસવીરો શેર કરી છે. મેથ્યુ ક્રિસ્ટોફર નામના આ ફોટોગ્રાફરને નિર્જન સંપત્તિની તસવીરો લેવાનું પસંદ છે. તેણે તાજેતરમાં ઓહાયોમાં રેન્ડલ પાર્ક મોલની તસવીરો શેર કરી છે. એક સમયે તેનો વિશ્વના સૌથી મોટા મોલમાં સમાવેશ થતો હતો. પરંતુ તે ખુલ્યાના 33 વર્ષ બાદ જ બંધ થઈ ગયું હતું. તે 12 માર્ચ 2009 ના રોજ કાયમ માટે બંધ થઈ ગયું હતું. હવે મેથ્યુએ આ મોલની તસવીરો શેર કરી છે. તેની અંદરની તબાહી જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
જે રેસ્ટોરન્ટ એક સમયે મોલની અંદર લોકોથી ભરેલી હતી તે આ હાલતમાં જોવા મળી હતી
આવી હાલત ઇટાલિયન જ્વેલરી શોપની હતી.
જે સિનેમા હોલ લોકો ફિલ્મો જોવા માટે આવતા હતા તે સિનેમા હોલ આજે આવો બની ગયો છે.
આ મોલની સુરક્ષા ઓફિસ હતી.
લોકોને આકર્ષવા માટે કરવામાં આવતો શણગાર હવે આવો દેખાવા લાગ્યો છે.
સીડીઓ હવે આવી બની ગઈ છે.
એક છોકરી કચરાના ઢગલા પાસે ઊભી રહીને મોલની તબાહી જોઈ રહી છે.
જાણે આ મોલની અંદર સમય થંભી ગયો હોય.
આ શોપિંગ મોલ એક સમયે ખૂબ જ ભવ્ય હતો.