spot_img
HomeOffbeat24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી બનાવેલો દુનિયાનો સૌથી મોંઘો સિક્કો.! કિંમત જાણી...

24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી બનાવેલો દુનિયાનો સૌથી મોંઘો સિક્કો.! કિંમત જાણી આંખો ફાટી જશે, ભારતીય સાથે ખાસ નાતો

spot_img

અંગ્રેજોએ આ દુનિયા પર 100થી પણ વધારે વર્ષો સુધી રાજ કર્યું. આ દરમિયાન તેમણે સમગ્ર દુનિયાની કિંમતી વસ્તુઓ લૂંટી અને બ્રિટન લઈ ગયાં. પરંતુ આજે આપણે જેના વિશે વાત કરવાનાં છીએ એ છે દુનિયાનો સૌથી મોંઘો સિક્કો કે જે એક ભારતીય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાથી જ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સિક્કાનું નામ છે The Crown.

સિક્કાની ખાસિયત

આ સિક્કાનું વજન આશરે 3.6 કિલો છે. તેનો વ્યાસ 9.6 ઈંચ છે. આ સિક્કો બનાવવા માટે 6426 હીરાઓનો ઉપયોગ થયો છે. સૌથી મોટી વાત તો એ છે કે આ હીરાઓની સાથે તેમાં 4 કિલો 24 કેરેટ ગોલ્ડ પણ ઉમેરવામાં આવ્યું છે. આ જ કારણે આ એક સિક્કો દુનિયાનો સૌથી મોંઘો સિક્કો બની ગયો છે. તેની કિંમત 192 કરોડ રૂપિયા છે.

World's most expensive coin made using 24 carat gold. Eyes will tear knowing the price, special ties with Indian

ભારતીયે જારી કર્યો છે સિક્કો

બ્રિટનની મહારાણી ક્વીન એલીઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવા માટે જે સિક્કાનો ઉપયોગ થયો છે તે કોઈ અંગ્રેજે નહીં પરંતુ એક ભારતીયે જારી કર્યો છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં CEO અને  ભારતીય મૂળનાં સંજીવ મહેતાએ જારી કર્યો છે. રિપોર્ટ અનુસાર આ સિક્કો બનાવવા માટે આશરે 16 મહિનાનો સમય લાગ્યો છે. આ સિક્કો બનાવવામાં ભારત, જર્મની, યુકે, શ્રીલંકા અને સિંગાપોરનાં કારીગરોને લગાડવામાં આવ્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કા જેવો બીજો કોઈ સિક્કો દુનિયામાં નથી.

બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપવા માટે દુનિયાનાં જે સૌથી મોંઘા સિક્કાનો ઉપયોગ થયો તે કોઈ અંગ્રેજે નહીં પરંતુ ભારતીયએ બહાર પાડ્યો . આ પહેલા દુનિયાનાં સૌથી મોંઘા સિક્કાની વાત કરીએ તો તે સેંટ ગોડંસ ડબલ ઈગલ હતો. તેને ઑગસ્ટસ સેંટ ગૉડંસે ડિઝાઈન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કાને વર્ષ 1907થી 1933ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. દુનિયામાં માત્ર 12 જ સિક્કાઓ ઉપલબ્ધ છે. આ જ કારણોસર જ્યારે આ સિક્કાની નિલામી અમેરિકામાં થઈ તો તેની કિંમત 163 કરોડ રૂપિયા લાગી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular