spot_img
HomeLifestyleFoodતમે પણ ખુબ ખાધો હશે દૂધીનો હલવો, તો હવે ઘરે જ ટ્રાય...

તમે પણ ખુબ ખાધો હશે દૂધીનો હલવો, તો હવે ઘરે જ ટ્રાય કરો આ ટેસ્ટી લાડુ

spot_img

દૂધી એક એવું શાક છે જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરતા નથી. આ શાકનું નામ સાંભળતા જ બાળકો આનાકાની કરવા લાગે છે, પણ શું તમે જાણો છો કે દૂધી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક હોય છે? દૂધીમાં પ્રોટીન, વિટામિન-A, વિટામિન-C, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે.

દૂધીમાંથી કેટલાક લોકો હલવો પણ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે દૂધીમાંથી તમે સ્વાદિષ્ટ લાડુ પણ બનાવી શકો છો. ઉનાળાની ઋતુમાં ઠંડા-ઠંડા દૂધીના લાડ્ડુનો સ્વાદ અદ્ભુત હોય છે. જુઓ તેને બનાવવાની રીત-

સામગ્રી

  • 500 ગ્રામ દૂધી
  • 5 ચમચી ઘી
  • 250 ગ્રામ ખાંડ
  • ½ કપ છીણેલું નારિયેળ
  • 2 ચમચી કાજુ
  • 2 ચમચી બદામ
  • 2 ચમચી પિસ્તા
  • 2 ચમચી એલચી

કેવી રીતે બનાવવા દૂધીના લાડુ

  • દૂધીના લાડુ બનાવવા માટે સૌથી પહેલા દૂધીને ધોઈ લો અને તેની છાલ કાઢી લો. પછી દૂધીને છીણી લો અને પછી તેને હાથ વડે દબાવીને દૂધીના પાણીને કાઢી લો.
  • હવે એક કડાઈમાં ઘી નાખીને ગરમ થવા દો. જ્યારે ઘી ગરમ થઈ જાય, ત્યારે તેમાં દૂધી નાખીને ચમચા વડે હલાવીને 3-4 મિનિટ સુધી સાંતળો.
  • ત્યારબાદ દૂધીમાં ખાંડ નાખીને પાણી સુકાઈ જાય ત્યાં સુધી સાંતળો.
  • હવે બધા ડ્રાયફ્રૂટ્સને પીસી લો અને પછી આ ડ્રાય ફ્રૂટ્સને પણ દૂધીમાં નાખીને મિક્સ કરી લો.
  • ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને ઠંડું થવા દો. ઠંડુ થઈ જાય એટલે તેમાં નારિયેળ પાવડર અને એલચી પાવડર ઉમેરો.
  • હાથ પર ઘી લગાવો અને હવે લાડુ બનાવીને તૈયાર કરો. તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો.

 

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular