હાલ પશુ,પક્ષીને કાળઝાળ ગરમીથી બચાવવા તેમના પાંજરામાં સ્પ્રિન્કલર- પાણીના ફૂવારા મૂકવામાં આવ્યા છે જેથી ઠંડક જળવાઇ રહે. સિંહ, વાઘ જેવા હિંસક વન્યપ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડ જેવું બનાવાયેલ છે જેમાં બરફ નાંખવામાં આવે છે. આમાં દરરોજ 200થી લઇને જરૂરિયાત મુજબ 400 કિલો બરફ નંખાશે. જેથી આ કુંડનું પાણી ઠંડું થતા ગરમીથી રાહત મળી રહેશે. આ ઉપરાંત નેચરલ ટ્રી કેનોપી એટલે કે કુદરતી ઠંડક મળી રહે તે માટે પાંજરામાં ઝાડવા- વૃક્ષો રાખવામાં આવશે. પક્ષીઓ માટે પાણીનો ભાગ વધારે હોય તેવા તરબૂચ જેવા ફળો ભોજનમાં અપાશે.
સાથે ડિહાઇડ્રેશન ન થાય તે માટે પાણીમાં ઓઆરએસના પેકેટ પણ નંખાશે. આ ઉપરાંગ ગ્રિન નેટ નાંખી છાંયડો કરાશે.એજ રીતે અજગર, સાપ જેવા સરિસૃપો માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે તૃણભક્ષી એટલેકે ઘાંસ ખાનાર પશુઓ માટે લીલા ઘાંસચારાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે હિમાલીયન રિંછના પાંજરામાં પણ બરફની પાટો મુકાશે જેથી તેને પણ ઠંડક મળતી રહે એમ આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું.
વેટરનરી ડોકટરોની ટીમ તૈનાત
ઉનાળાની આકરી ગરમીના કારણે સક્કરબાગ ઝૂમાં રહેલા તમામ પ્રાણીઓના આરોગ્ય માટે વેટરનરી ડોકટરોની ટીમ 24 કલાક સેવા બજાવશે. આ ઉપરાંત ઝૂ કિપર્સની ટીમને પણ તૈનાત કરાઇ છે.