ઝોન-1માં ઓફિસના સમયમાં દોઢ કલાકનો વધારો
જુનાગઢ તા.23 : આગામી 15 એપ્રીલથી જંત્રીમાં આવી રહેલ ધરખમ વધારામાં આર્થીક ભારણથી બચવા માટે જુની જંત્રી મુજબ દસ્તાવેજ કરવા માટે જુનાગઢ સબ જીલ્લા રજીસ્ટ્રાર ઓફીસે 7 દિવસનું વેઈટીંગ થઈ જવા પામ્યું છે. ઝોન-1ની કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે 7 દિવસનું વેઈટીંગ થઈ જતા કચેરીએ દોઢ કલાક વહેલી સવારે 9 કલાકનો કરી દીધો છે. અગાઉ મિલકતના સોદા થઈ ગયા હોય પણ દસ્તાવેજ બાકી હોય તેમજ મિલકત લેવાની હોય તે તાત્કાલીક લઈ જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધાવવા કતારો લાગી છે.
દસ્તાવેજ નોંધાવવા આસામીઓ સબ રજીસ્ટ્રાર કચેરીએ વેઈટીંગ જોવા મળી રહ્યું છે. ઝોન-1માં 27 માર્ચ સુધીનું બુકીંગ થઈ ગયું છે. ઝોન-2માં કચેરીમાં ગામ્ય વિસ્તાર આવતો હોય ત્યાં એક બે દિવસનું વેઈટીંગ હોય ઝોન-3માં ચારેક દિવસનું વેઈટીંગ છે દર વર્ષે અન્ય માસ કરતા માર્ચ માસમાં જંત્રીનો ધરખમ વધારો હોવાથી તે ભાવ વધારાથી બચવા લોકોની સતત દોડધામ વધી રહી છે. હજુ 25 દિવસ બાકી છે ત્યારે વકીલોને ત્યાં પણ મોટી ભીડ સવારથી રાત સુધીમાં જોવા મળી રહી છે. ત્રણેય ઝોન ઓફીસમાં મેળાવડો જોવા મળી રહ્યો છે.