ઝંખના એ. ભટ્ટ | જૂનાગઢ
જૂનાગઢમાં જે દિવસે પાણી આપવાનો વારો હોય છે ત્યારે ગમે ત્યાં શેરી માં જાઓ આખી શેરી પાણી થી ભરાયેલી મળે છે. કારણ કે લોકો મસ્તીથી ફળિયા, અગાસી, વાહનો ધોવામાં વેડફી રહ્યા હોય છે.
જેમ સુવિધા એ પ્રજાનો અધિકાર છે તેમ આપેલ સવલત નો યોગ્ય ઉપયોગ કરવો એ આપણી ફરજ છે . ત્યારે શહેર ના ઘણા વિસ્તારો માં કોર્પોરેશન તરફ થી મળતું પાણી ઘરના ટાંકામાં જવાની જગ્યા એ શેરીઓમાં વહેતું જોવા મળે તે આપણા માટે નાગરિક કર્તવ્ય તરીકે સારી વાત નો કહેવાય.
જૂનાગઢમાં 2015 થી નર્મદા જલ યોજના નેજા હેઠળ આનંદપુર ડેમ સાથે નર્મદાનું પાણી લઇ આવી અનેક જગ્યા જ્યાં હસ્નાપુર ડેમવાળા નળ જોડાણ નથી ત્યાં પાણી આપવા માં આવે છે. ઝાંઝરડા રોડ જેવા વિસ્તારમાં કે જ્યાં ભૂગર્ભ જળ ખુબજ ઊંડા હોય તેથી પાણીની તંગી સતત રહેતી હોવાના કારણે નર્મદા યોજનાનો લાભ પણ સૌથી પહેલા તબ્બકા માં ત્યાં આપવામાં આવ્યો છે. ત્યારે પાણી વહેચણીના દિવસે પાણી ઘરમાં લાવાવને બદલે લોકો ફળિયા , ઘરના ગેટ ,વાહનો અને રસ્તા ધોવા માં વેડફી રહ્યા છે. જે દિવસે પાણી નો વારો આવે ત્યારે આખી શેરી પાણી થી ભરી મળે. એ કેટલું યોગ્ય કહેવાય? આ રીતે પાણી નો વ્યય કરતા લોકો ને પૂછવાનું મન થઇ આવે કે શું આપ જાણો છો નર્મદાનું એક ગ્લાસ પાણીની પણ આપણે કિંમત ચૂકવવી પડે છે. આપને જે પાણી કનેક્શન વિના અથવા તો સામાન્ય વેરા સાથે મેળવીએ છીએ તે પાણી ની ખરેખર કોસ્ટિંગ ખૂબ વધારે આવે છે.
આ બાબતે જૂનાગઢ વોટેરવર્કસ ઇજનેર ચાવડા સાથે વાત કરતા જાણવા મળ્યું કે નર્મદા યોજના અંતર્ગત જે પાણી આપણા ઘર સુધી આવે છે તે કોરપોરેશનને ખરીદવાનું હોય છે, દાખલા તરીકે 10,000 MLD પાણી ખરીદીએ તો એ એક ચેનલ પાઈપ દ્વારા આનંદપુર ડેમ પહોચે છે ત્યારબાદ ત્યાંના પ્યુરીફાયેરમાં પ્રોસેસ થાય છે, તે થયા થી પાણી શહેર ના ભૂગર્ભ ટાંકાઓમાં આવી ને ઉંચી ટાંકીઓમાં ઇલેક્ટ્રિક મોટર થી ચડાવાય છે અને તે પછી તે એકાંતરા કે બે દિવસ ના અંતરે સપ્લાય થાય છે.
વિચારો જે પાણીથી આપણે રેલમ છેલ બોલાવીએ છે તે આપણી પાસે પહોચ્યા પહેલા કેટલી મજલ કાપે છે. અને આ ખરીદી થી લઈ આપણી સોસાયટી સુધી પાણી પહોચતું કરવા પાછળ દર મહીને પરચેસ કોસ્ટ, પાવર કોસ્ટ, કેમિકલ પ્યુરીફાયર કોસ્ટ અને સપ્લાય કોસ્ટ મેળવતા ૧૨,૦૦,૦૦૦ જી હા ૧૨,૦૦,૦૦૦ જેવો ખર્ચ થાય છે. જયારે પર કનેકશન ચાર્જ ૩૫૦૦ થી ૫૦૦૦ નો ખર્ચ આવે છે. જેમાં પણ શેરી દીઠ પહેલે થીજ કનેક્શન આપી દીધેલ હોય તો ત્યાંથીજ લોકો નળી લગાવી પાણી વાપરી કે બગાડ કરી લે છે. આમ પાણીપુરવઠા ને પણ ખર્ચ સામે વળતર ની ખાદ તો પડે જ છે જે સ્વીકારવું જ પડે. જોકે કનેક્શન મેળવવાની જટિલ પ્રોસેસ થી પણ લોકો કંટાળી નળ કનેક્શન લેવામાં ઉદાસી દાખવે છે એ પણ જાણવું રહ્યું. પણ આનો મતલબ એતો નથીજ કે આવું અમુલ્ય અને ખરેખર મોંઘુ પાણી આમ વેડફી નાખીયે.
આમ પણ ભૂગર્ભ જળ ના ઊંડા જતા તડ, ખુબ ઊંડેથી ઉલેચેલ પાણી ની જે મિનરલ વેલ્યુ ખોરવાય આપણી તબિયત પર આસાર ઉભી કરે છે તે જોતા તો આ રીતે મળતું પાણી વધુ લાભકારી જે તે સમજાય જ જાય છે. ગુજરાત સરકાર ના અથાગ પ્રયાસ થી આપને આંગણે આવેલ નર્મદા મૈયા ને આમ વિના કારણ વહાવી નાખવું બિલકુલ પણ યોગ્ય નથી.