spot_img
HomeGujaratGujarat News: ગિરનાર અને દાતાર પર્વત ઉપર રવિવારે હોળી પ્રગટાવાશે, હોળીના દિવસે...

Gujarat News: ગિરનાર અને દાતાર પર્વત ઉપર રવિવારે હોળી પ્રગટાવાશે, હોળીના દિવસે 100 વર્ષ બાદ લાગશે ચંદ્રગ્રહણ

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

જુનાગઢ ગીરનાર પર્વતની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિર પરિસરમાં આગળના ભાગે વર્ષોની પરંપરા રહી છે કે પ્રથમ ગિરનાર અંબાજી મંદિર ખાતે હોળી પ્રાગટ્ય થાય પછી જ લોકો હોળીની જ્વાળા જોઈ અને નીચે શહેરમાં હોળી પ્રગટાવતા હોય છે.

અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ ની નિશ્રામાં ઉતાસણીની રવિવારે સાંજના માતાજીની આરતી બાદ ઉતાસણી પ્રગટાઓમાં આવે છે.

જેમાં ઉતાસણીમાં શ્રીફળનો ઉપયોગ વધારે થાય છે. શ્રીફળ છાણા અને લાકડાની હોળી ખડકવામાં આવે છે અને વિધિ વિધાનથી ઉતાસણીની પૂજા વિધિ બાદ હોળીનું પ્રાગટ્ય થાય છે.

તે જ રીતે દાતાર પર્વત ઉપર પણ દાતારની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં દાતાર ઉપર ઉતાસણી પ્રાગટ્ય થાય છે જેમાં ગૌશાળાની ગાયોના છાણાંની હોળી ખડકવામાં આવે છે અને પૂજ્ય ભીમ બાપુ દ્વારા સાંજના સમયે ઉતાસણીની વિધિવત પૂજા અર્ચના સાથે હોળીનું પ્રગટાવવામાં આવે છે. પર્વત ઉપરની આ બંને ઉતાસણીના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ઉતાસણીના દર્શન કરી ધન્ય બને પહાડો ઉપરની ઉતાસણી ના દર્શન અને એનો લાહો લેવો કંઈક અનેરી જ મજા હોય છે શ્રદ્ધાળુઓ ઉતાસણીને ફરતા ચાર આંટા ફરી હોળીની પ્રદક્ષિણા કરી અને શ્રીફળ હોમે છે અને પોતાની માનતા પુરી કરે છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular