spot_img
HomeGujaratજૂનાગઢ : ભાજપની સૈદ્ધાંતિક હાર

જૂનાગઢ : ભાજપની સૈદ્ધાંતિક હાર

spot_img

સિટી કવરેજ ટીમ ડિજિટલ
citycoverage.in

  • આહત જૂનાગઢ: કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નિકલી તો હર બાત પે રોના આયા

રાજેશ ચુડાસમાને રિપીટ કરવા, મતલબ દસ વર્ષમાં ભાજપને, ભાજપમાં એક પણ સારો નેતા નથી મળ્યો?
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજનીતિનો દાખલો સેટ કરવા વાળી ભાજપ જૂનાગઢ સીટ ઉપર ઘૂંટણિયે આવી ગઈ છે.
વિકાસની પપૂડી વગાડતી ભાજપ ફરી એક વાર જ્ઞાતિ સમીકરણના ખોળામાં બેસીને જાણે જૂનાગઢની ઐસી તૈસી કરવાના ફૂલ મૂડમાં લાગે છે.

ખૂબ લાંબી પ્રતીક્ષા અને સસ્પેન્સ વચ્ચે જૂનાગઢ લોકસભા સીટ માટે બે ટર્મથી લોકસભા સદસ્ય રાજેશ ચુડાસમાને ફરીથી ત્રીજી વાર ટિકિટ આપવામાં આવી છે. 26માંથી 26 જીતવાની લ્હાયમાં એક વાર ફરી ભાજપ દ્વારા જૂનાગઢના વિકાસની હત્યાની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. કેમકે “માનનીય” સાંસદે દસ વર્ષમાં કોઈપણ પ્રકારના ઉલ્લેખનીય કામો કર્યો હોય તો યાદ નથી. અને જે કામો થયા છે એ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત થયા છે. સિટિંગ સાંસદના વ્યકિતગત પ્રયાસોથી કોઈ કામ જૂનાગઢમાં થયું હોય, તેવું લોકોને યાદ નથી. દસ વર્ષોમાં કોઈ એક ફેક્ટરી નથી લાગી કે જ્યાં લોકોને રોજગાર મળે. હાં ભાજપના કોર્પોરેશને રાજ્યમાં સૌથી વધારે રેકડી ચલાવતા લોકો જૂનાગઢમાં જરૂર ઉભા કર્યા છે. જૂનાગઢ પાસે પોતાનું બસ સ્ટેન્ડ પણ નથી. શુગર મિલો પણ નથી. એક છે જે પણ બંધ પડી છે.

વિકાસના નામે મીંડું, આ ઉપલબ્ધિ છે. વિકાસ વિકાસની પપૂડી વગાડતી ભાજપ ફરી એક વાર જ્ઞાતિ સમીકરણના ખોળામાં બેસીને જાણે જૂનાગઢની ઐસી તૈસી કરવાના ફૂલ મૂડમાં લાગે છે. અને હવે દર વખતે અમુક જ્ઞાતિને જ ટિકિટ આપવાની પરંપરા બની ગઈ છે. પહેલેથી જૂનાગઢમાં કોર્પોરેશનના ભયંકર ત્રાસથી ત્રાસેલી જનતાને છેલ્લી આશા હતી કે કોક સારો MP આવશે તો જૂનાગઢનું કંઇક ભલું થશે. પણ એક વાર ફરીથી લોકોને નિરાશા જ હાથમાં આવી. જૂનાગઢમાં ભયંકર નિરાશા અને આક્રોશ વચ્ચે ભાજપ આ સીટ જીતી પણ જાય એમાં કોઈ નવાઈ નથી કેમકે અત્યારે મોદીના નામે પાણો ઊભો રાખો તો એ પણ જીતી જાય પણ લોકોને વિકાસના કામોની ઉમ્મીદ આ સ્તર પર પણ ભૂલી જવી જોઈએ. જૂનાગઢના લોકોને યુવા અવસ્થામાં પહોંચી ગયેલી કોર્પોરેશનથી હજી સંતોષ નથી થયો. ત્યાં ઉત્સાહી MLA મળતા થોડી રાહત મળી પણ હવે એ પણ કર્મણ્યતા અને અકર્મણ્યતાના ઝીણા ભેદ વચ્ચે ફસાઈ જશે.
રાજેશ ચુડાસમાને રિપિટ જ કરવા હતા તો સેન્સ લેવાનું નાટક અને વારંવાર મિટિંગનોના તાયફા કરાવી જૂનાગઢની જનતાને આટલા દિવસથી ભ્રમમાં શા માટે રાખ્યા?

જૂનાગઢના લોકોની સાચી પરીક્ષાનો સમય હવે આવ્યો છે. હવે જો જવાબ નહીં આપે તો ભવિષ્યમાં કોઈ સંભાળવા વાળુ પણ નહીં મળે.

બીજી બાજુ સંગઠન સ્તર પર પણ ભાજપની સાખ ને બટ્ટો લાગેલો છે જે ગાંધીનગરમાં બેઠેલા મહાશયોને પણ ખબર છે પણ ATM ને કોણ છેડે. હાલવા દયો જેમ હાલેની નીતિથી જૂનાગઢની જનતા ખુબ પીડિત છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular