કોબીના ભજીયા એક રોચક અને સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો છે. કોબી (પતાગોભા) અને મસાલા મિશ્રિત બેસનમાં ડીપ કરેલી ફ્રિટર્સ ગરમ ચા સાથે આનંદ આપે છે. અહીં વાંચો કોબીના ભજીયા બનાવવાની રેસીપી. વરસાદની સિઝનમાં કોઈને જોરથી ભૂખ લાગી હોય અને તેની પ્લેટમાં ગરમા ગરમ ભજીયા ચટણી સાથે સર્વ કરો તો પછી તે વ્યક્તિ જોવા નથી રહેતો કે આ ભજીયા શેના છે. મેથીના છે, બટાકાના છે, સરગવાના પાનના છે, કુંભણીયા છે કે પછી કોબીના. આજે ગુજરાતી જાગરણ તમને કોબીના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસીપી જણાવશે.
કોબીના ભજીયા બનાવવાની સામગ્રી
- કોબી
- લીલા મરચા
- કોથમરી
- મીઠું
- હળદર
- લાલ મરચું પાવડર
- અજમો
- ધાણાજીરું
- હીંગ
- શીંગનો ભૂકો
- નારિયેળનું ખમણ
- સફેદ તલ
- તેલ
કોબીના ભજીયા બનાવવાની રીત
એક મોટી તપેલીમાં ચણાનો લોટ લો, થોડો ચોખાનો લોટ, પછી તેમા બારિક સમારેલી કોબી, સમારેલા લીલા મરચા, કોથમરી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, અજમો, ધાણાજીરું, હીંગ, શીંગનો ભૂકો, નારિયેળનું ખમણ, સફેદ તલ ઉમેરી બરાબર મિક્સ કરો.
થોડીવાર રહેવા દો પછી તેમા જરૂર મુજબ પાણી ઉમેરી બેટર બનાવો, હવે તેમા લીંબુનો રસ અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી દો. પછી ભજીયા તળવા માટે તેલ ગરમ મૂકો, બરાબર ગરમ થઈ ગયા પછી તેમા ભજીયા પાળી દો. આ ભજીયા ગોલ્ડન રંગના થાય એટલે બહાર કાઢી દો. પછી તેને આમબીની ચટણી, દહીં કે ખજૂરની ચટણી સાથે સર્વ કરો.