spot_img
HomeLifestyleBeautyBeauty Tips: ફેસ સીરમ લગાવતી વખતની આ 5 ભૂલો, આજે જ કરો...

Beauty Tips: ફેસ સીરમ લગાવતી વખતની આ 5 ભૂલો, આજે જ કરો ઠીક, નહીંતર થશે નુકસાન

spot_img

ફેસ સીરમ લગાવવાના ઘણા ફાયદા છે. તે ત્વચાને નરમ, ચમકદાર બનાવે છે અને પૂરતું પોષણ પૂરું પાડે છે. પરંતુ કેટલીક મહિલાઓ ફેસ સીરમનો ખોટી રીતે લગાવતી હોય છે. જેના કારણે ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. તો ચાલો જાણીએ ચહેરા પર સીરમ લગાવતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દરેક વ્યક્તિ સ્વચ્છ, કોમળ, સ્વસ્થ, ચમકદાર અને જુવાન ત્વચા મેળવવા માંગે છે. આ માટે મહિલાઓ અનેક પ્રકારના ઉપાય અજમાવતી હોય છે. સ્કીન કેરના ઘણા ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. ચહેરાને સ્વસ્થ રાખવા માટે પણ સીરમ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે લોકો ફેસ સીરમનો પણ ઉપયોગ કરે છે, પરંતુ જો તેને યોગ્ય રીતે લગાવવામાં ન આવે તો તે ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. ફેસ સીરમ લગાવવાની એક યોગ્ય રીત છે.

જો તમે સીરમનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમને તમારી સ્કીન પર કોઈ પોઝિટિવ અસર દેખાતી નથી, તો ચોક્કસપણે તમે તેનો ઉપયોગ કરતી વખતે કંઈક ખોટું કરી રહ્યાં છો. ચહેરો ધોયા વગર સીરમ લગાવવાથી કોઈ ફાયદો થશે નહીં. ત્વચાના છિદ્રોમાં છુપાયેલી ગંદકી સીરમને ત્વચાના અંદરના સ્તરોમાં પ્રવેશતા અટકાવે છે. આવી સ્થિતિમાં જો તમે ફાયદો મેળવવા માંગતા હોવ તો સીરમ લગાવતા પહેલા ચહેરો ધોઈ લો.

તમારી હથેળીમાં સીરમ લો અને તેને ત્વચા પર લગાવો. કેટલાક લોકો સીરમને ડ્રોપર વડે ત્વચા પર લગાવે છે, જેનાથી ચહેરાની ગંદકી ડ્રોપર પર અને બોટલમાં જાય છે. પછી તે સીરમ લગાવવાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.

જો તમને લાગે છે કે એકસાથે વધુ સીરમનો ઉપયોગ કરવાથી ત્વચાને વધુ ફાયદો થશે, તો તે બિલકુલ ખોટું છે. વધુ પડતું સીરમ લગાવવાથી સ્કીન ઓઈલી થઈ શકે છે. સીરમના 3-4 ટીપાંથી વધુ ન લગાવો. તેને તમારા હાથ પર લો અને તેને તમારા ચહેરા પર લગાવો અને તમારી આંગળીઓથી ગોળાકાર ગતિમાં માલિશ કરતી વખતે તેને સ્કીનમાં ઘસો. ઓઈલી સ્કીન પર પિમ્પલ્સ થઈ શકે છે.

ચહેરા પર ક્યારેય સીરમ જોરશોરથી ઘસવું નહીં. તેને ધીમે-ધીમે આખા ચહેરા પર ફેલાવવું. તમને થોડાં દિવસોમાં યોગ્ય પરિણામો મળવાનું શરૂ થશે.

ઘણી વખત માહિતીના અભાવે કેટલીક મહિલાઓ ખોટા સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ કરે છે. જો તમે સીરમ લેતી વખતે આ જ ભૂલ કરો છો, તો તેનાથી કોઈ ફાયદો થશે નહીં. તમારી ત્વચાના પ્રકાર અનુસાર તમામ પ્રકારના ઉત્પાદનો ખરીદો અને લાગુ કરો. ઓઈલી અને ડ્રાય તમામ પ્રકારની સ્કીન માટે તમને સીરમ મળશે. ડ્રાય સ્કીન માટે ઓઈલી બેસ્ડ સીરમ પસંદ કરો. વધુ અને સાચી માહિતી માટે સ્કીન નિષ્ણાતની મદદ લો અને પછી જ બ્યુટી પ્રોડક્ટ્સ પસંદ કરો.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular