spot_img
HomeLifestyleBeautyBeauty Tips: ચેહરા પર નેચરલ ગ્લો મેળવવા માટે તમારા આહારમાં સામેલ કરો...

Beauty Tips: ચેહરા પર નેચરલ ગ્લો મેળવવા માટે તમારા આહારમાં સામેલ કરો આ જ્યુસ, 10 દિવસમાં જ દેખાશે ફરક

spot_img

ચમકતો ચહેરો દરેક વ્યક્તિને ગમે છે. લોકો આ માટે લાખ પ્રયત્નો પણ કરે છે. તેઓ મોંઘા રાસાયણિક ઉત્પાદનોથી લઈને ઘરેલું ઉપચાર બધું જ અજમાવતા હોય છે. પરંતુ ચહેરો થોડા સમય માટે ગ્લો કરે છે પણ પછી ચેહરાની ચમક ધીમે ધીમે ચાલી જાય છે ત્યારે નેચુરલ રીતે તમારા ચેહરાની ચમક લાવવી જરુરી છે તેના માટે સૌથી બેસ્ટ છે શાકભાજી અને ફ્રુટ જ્યુસ. જો તમે આ જ્યુસનું સેવન કરો છો, તો તે ચોક્કસપણે તમારી ત્વચામાં કુદરતી ચમક લાવી શકશો.

બીટરૂટ અને આમળાનો રસ : બીટરૂટ આપણા લોહીને શુદ્ધ કરે છે, જ્યારે આમળામાં હાજર વિટામિન સી ત્વચા માટે ફાયદાકારક છે.ઘણા લોકો ફેસ પેક અથવા હેર ઓઈલમાં વિટામિન સીની કેપ્સ્યુલ મિક્સ કરીને લગાવે છે. પરંતુ આ જ્યુસ પીવાથી તમારી ત્વચાને તે પ્રાકૃતિક રીતે મળશે અને તેનાથી તમારો ચહેરો ચમકી ઉઠશે.

કાકડી અને ફુદીનાનો રસ : આ જ્યુસ પીવાથી તમારી ત્વચા હાઇડ્રેટ રહેશે. કારણ કે કાકડી ખાવાથી આપણું શરીર હાઇડ્રેટ રહે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે તેને ઘરે પણ આસાનીથી બનાવી શકો છો, તેના માટે તમારે જ્યુસરમાં કાકડીના ટુકડા અને ફુદીનાના પાન નાખીને તેનો રસ કાઢવાનો છે અને પછી તેને ગાળી લીધા પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને પીવો.

ગાજર અને બીટરૂટનો રસ : ગાજર અને બીટરૂટ ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. બીટરૂટ પોટેશિયમ, ઝિંક, ફોલિક એસિડ, મેંગેનીઝ અને વિટામિન સી સહિતના ઘણા જરૂરી પોષક તત્વો સાથે ત્વચા માટે પાવર-પેકની જેમ કામ કરે છે, જે બધા લોહીને શુદ્ધ કરવા માટે જાણીતા છે, જે ચમકતી ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. ગાજરમાં વિટામિન A હોય છે જે ત્વચાને પિમ્પલ્સ અને કરચલીઓથી બચાવે છે. આ જ્યૂસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને સાફ રાખે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.

મિક્સ શાકભાજીનું જ્યુસ : આ જ્યુસ બનાવવા માટે બીટરૂટ, ગાજર, બ્રોકોલી અને આદુ જેવી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ તમામ ખોરાકમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન તમારી ત્વચા માટે ફાયદાકારક સાબિત થશે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular