spot_img
HomeGujaratGujarat News: જૂનાગઢના બિલ્ડરે યુ-ટ્યૂબમાં વીડિયો જોઇને શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચમાં...

Gujarat News: જૂનાગઢના બિલ્ડરે યુ-ટ્યૂબમાં વીડિયો જોઇને શોર્ટ કટમાં પૈસા કમાવવાની લાલચમાં આવીને ગુમાવ્યા 1.46 કરોડ રુપિયા

spot_img

Gujarat News:  જૂનાગઢના એક બિલ્ડરે ઓછા દિવસોમાં વધું પૈસા કમાવવાની લાલચમાં આવીને ફોરેક્ષ ટ્રેડીંગમાં અજાણી મહિલા અને શખ્સોની વાતોમાં આવીને રોકાણ કર્યું હતું. અને બિલ્ડરને અંતે રુપિયા 1.46 કરોડથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો.

યુ-ટ્યૂબમાં વીડિયો જોઇ ભોગ બન્યા

રમેશભાઇ વેલજીભાઇ પાનસુરીયોએ જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને જણાવેલ કે, ‘તેઓ યુ-ટ્યૂબમાં ટ્રેડીંગને લગતા વીડિયો જોતા હતા, જેમાં નિચે કોમેન્ટ બોક્સમાં તેમને આ બાબતમાં વધું માહિતી માટે થઇને પોતાના મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ નાખ્યા હતા અને થોડા જ કલાકો તેમના પર એક મહિલાનો કોલ પણ આવ્યો હતો.

કોલ કરીને રોકાણ માટે લાલચ અપાઇ

મહિલા પોતે બેંગ્લોર ઓફિસથી વાત કરે છે તે પ્રકારની માહિતી આપી હતી. મહિલાએ ભોગબનનારને ઇથેરીયમ કોડમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ અબ્દુલ્લા નામના શખ્સનો પણ ફોન આવ્યો હતો અને તેને રીલેશનશીપ મેનેજરની ઓળખ આપી હતી. તેમજ તેમની હેડ ઓફિસ સાઉથ આફ્રિકામાં આવેલી છે અને તેમની કંપનીમાં ગૌતમ અદાણીની કંપનીએ પણ રોકાણ કર્યું છે, તે પ્રકારની માહિતી આપી હતી.

સેરના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા

તે શખ્સે તેમને ઇથેરીય કોડને બદલે ક્રુડ ઓઇલ, ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણ કરવામાં માટે લોભામણી લાલચ આપી હતી. તેમજ મહિલાએ આ ટ્રેડીંગ માટે ભોગબનનારને મિનીમમ 250 ડોલરનું એકાઉન્ટ બનાવવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે રમેશભાઇ પાસેથી અલગ અલગ સમયે નવા સેરમાં રોકાણ કરવાની લાલચની બેંક એકાઉન્ટ બનાવરાવીને ઓનલાઇન પૈસા જમા કરાવડ્યા હતા.

પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

તે રકમ પરત ન કરાતા તેમની સામે છેતરપીંડી થઇ હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. રમેશ ભાઇ પાસેથી કુલ રુપિયા 1,46,20,144 જેટલી ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરવામાં આવી હતી.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular