ગુનેગારોને પકડવા માટે દુનિયાભરમાં તમામ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ચીન સૌથી આગળ છે. અહીં પોલીસને ખાસ પ્રકારના ચશ્મા આપવામાં આવ્યા છે જે ચહેરાને ઓળખી શકે છે. આ ચશ્માની સામે કોઈ ગુનેગાર આવે કે તરત જ એલાર્મ વાગે છે અને મેસેજ તમામ કેન્દ્રોમાં જાય છે. તુરંત અધિકારીઓ અને વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય છે. એવું કહેવાય છે કે કોઈપણ ગુનેગાર માટે તેમાંથી બચવું માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે.
ગુનેગારોને પકડવા માટે ચીનની પોલીસ ચહેરા ઓળખવાની ટેક્નોલોજીથી સજ્જ આ ચશ્માનો ઉપયોગ કરી રહી છે. આ ચશ્મા સેન્ટ્રલ ડેટાબેઝ સાથે જોડાયેલા છે, જ્યાં તમામ ગુનેગારોના રેકોર્ડ રાખવામાં આવે છે. જ્યારે પણ ચશ્મા પહેરેલા પોલીસકર્મી કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુએ છે, ત્યારે તેની તમામ અંગત માહિતી – નામ, જાતિ, ધર્મ, સરનામું, ગુનાહિત રેકોર્ડ – ચશ્મા પર લખવામાં આવે છે. તેની મદદથી અત્યાર સુધીમાં હજારો ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
વિડિયો વાયરલ થઈ રહ્યો છે
@songpinganq એકાઉન્ટ પરથી ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. આમાં, તમે જોઈ શકો છો કે પોલીસ જેને જુએ છે તેની સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે. આ ચશ્માની જમણી બાજુએ એક નાનો કેમેરો જોડાયેલ છે. અને જેવો પોલીસકર્મી જુએ છે કેમેરો તેની તસવીર કેપ્ચર કરીને ડેટાબેઝમાં મોકલી દે છે અને સંપૂર્ણ માહિતી પોલીસકર્મીને દેખાઈ જાય છે. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તે એટલી સ્પષ્ટ છબી આપે છે કે ભીડમાં પણ બચવું અશક્ય બની જાય છે.