spot_img
HomeGujaratJunagadhજૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં બીજા સેમેસ્ટરના પ્રશ્નો પુછાતા સર્જાયો...

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં બીજા સેમેસ્ટરના પ્રશ્નો પુછાતા સર્જાયો વિવાદ

spot_img

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિવાદ થયો, BED ની સેમેસ્ટર-1ની પરીક્ષામાં હિન્દીના પેપરમાં બીજા સેમેસ્ટરના પ્રશ્નો પુછાતા વિવાદ થયો. એટલુ જ નહીં યુનિવર્સિટીએ પોતાની ભુલ છુપાવવા વિદ્યાર્થીઓને માર્કસ પણ આપી દીધા. આ મામલે PMO સુધી ફરિયાદ થતા તપાસ શરૂ કરાઈ. કોંગ્રેસ નેતા નિદ્દત બારોટે યુનિવર્સિટીના લોલમલોલ નીતિ સામે સવાલ ઉભા કર્યા. તો પેપર સેટરને માત્ર 5 હાજરનો દંડ કરીને ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.

Bhakta Kavi Narsingh Mehta University of Junagadh created a controversy by asking questions of the second semester in the examination.

આ પહેલા પણ નરસિંહ મહેતા યુનિવર્સિટી પેપરકાંડને લઈ વિવાદમાં આવી હતી. હોમ સાયન્સ બાદ વધુ એક કૌંભાંડ બહાર આવ્યું હતુ. જેને લઈ કુલપતિએ તપાસ સમિતિની રચના કરી હતી. વિદ્યાર્થીઓએ ફરીથી પેપર ચેક કરાવતા 8થી 9 માર્ક્સ વધીને આવતા કૌભાંડની શંકા સેવાઈ હતી. સ્થાનિક લેવલના બદલે કેન્દ્ર લેવલથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણીઓ પણ ઉઠી હતી. કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે માર્ક્સ ઓછી આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ પેપર ખોલાવે છે અને બાદમાં કોઈપણ રીતે માર્ક્સમાં વધારો થઈ જાય છે.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular