spot_img
HomeGujaratવડોદરાવાસીઓ આવ્યા મોટા સમાચાર, નહિ વધે સિટી બસના ભાડા

વડોદરાવાસીઓ આવ્યા મોટા સમાચાર, નહિ વધે સિટી બસના ભાડા

spot_img

લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે વડોદરાથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી. જોકે હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સિટીબસ સેવાની સંચાલન અને કોર્પોરેશન સાથે બેઠક બાદ આ સિટીબસનો ભાવવધારો પાછો ખેંચાયો છે. નોંધનીય છે કે, વડોદરા સિટીબસમાં અંદાજે રોજના 1 લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લઈ રહ્યા છે.

વડોદરામાં સિટી બસનું ભાડું વધારવા મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મનપા સિટી બસનો કોન્ટ્રાક્ટ વિનાયક લોજિસ્ટકના પાસે છે. જોકે અગાઉ સિટી બસનું મિનિમમ ભાડું 7 રૂપિયા કરવામાં આવ્યું હતું.

Big news for Vadodara residents, city bus fares will not increase

જેને લઈ વડોદરામાં સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી. જોકે કોન્ટ્રાક્ટરના માલિકોની મંત્રણા બાદ ભાવ વધારો પરત લેવામાં આવ્યો છે. વિનાયક લોજિસ્ટકના માલિકો સાથે વાત કરી નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

સંસ્કારી નગરી વડોદરામાં રોજના સરેરાશ 1 લાખ જેટલા લોકો સિટીબસ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ તરફ અચાનક ભાવવધારાની જાહેરાત વચ્ચે મોટી રાહત મળી છે. આ તરફ ચૂંટણી અને ગરમીના માહોલ વચ્ચે લોકોને હાલાકી ન થાય તે માટે ભાવ વધારો પરત ખેંચાયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અગાઉ સિટી બસનું મિનિમમ ભાડું 7 રૂપિયા કરવામાં આવ્યું હતું. જોકે હવે ચર્ચા-વિચારણા બાદ વડોદરામાં સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયા જ રહેશે

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img
- Advertisment -spot_img

Most Popular